error: This Content is protected !!

માંડવધાર ક્લસ્ટર કક્ષાની વકતૃત્વ સ્પર્ધા શ્રી રોજમાળા પ્રા.શાળા ખાતે યોજાઈ વિજેતા બાળકોને પ્રોત્સાહિત ઇનામ અપી શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા

સમગ્ર દેશમાં વિકસિત ભારત 2047નું અભિયાન ચાલે છે ત્યારે આ વિષય અંતર્ગત માંડવધાર ક્લસ્ટર કક્ષાની વકતૃત્વ સ્પર્ધા શ્રી રોજમાળા પ્રા.શાળામાં યોજવામાં આવી હતી.

 

 બોટાદ જીલ્લા પંચાયત સદસ્યશ્રી વાલજીભાઈ જાદવ, ગઢડા તાલુકા પંચાયત સદસ્યશ્રી મહેશભાઈ ડેકાણી, બોટાદ જીલ્લા સંગઠન મંત્રીશ્રી માંગુડા રામજીભાઈ, શાળાના આચાર્ય શ્રી અને બીટ કેળવણી નિરીક્ષક ચતુરભાઈ, સીઆરસી શ્રી વિનોદભાઈ, ક્લસ્ટરની પેટા શાળાના શિક્ષકો , માધ્યમિક શાળાના આચાર્યશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બાળકને લીંબાળી કે.વ.શાળાના આચાર્યશ્રી તરફથી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ.તેમજ વિરાવાડી શાળાના આચાર્યશ્રી તરફથી પ્રમાણપત્રો આપવામાં આવેલ . રોજમાળ પ્રાથમિક શાળાના તરફથી ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ.. વકૃત્વ સ્પર્ધા (ધોરણ 9થી10) માં શેખ કૃપા અરવિંદભાઈ પ્રથમ,(સરકારી માધ્યમિક શાળા રોજમાળ), રેલિયા ઋતિ હિંમતભાઈ દ્રિતીય,(સરકારી મા.શાળા ઇતરીયા ), ઝાપડિયા બંસી વિજય (સરકારી મા.શાળા વાવડી) તૃતીય નંબરે વિજેતા થયા હતા.ધોરણ 11/12 જમોડ મયુર પ્રકાશભાઈ (સરકારી મા.શાળા વાવડી) પ્રથમ નંબરે વિજેતા થયા હતા તથા પ્રાથમિક વિભાગમાં ખટાણા મહેર ભરતભાઈ

માંડવધાર પ્રા.શાળા પ્રથમ નંબરે, રઠોડ કરણ સુરેશભાઈ

લીંબાળી કે. વ.શાળા દ્વિતીય નંબરે, તલાવાડીયા અતુલ જયસુખભાઈ વિરાવાડી પ્રા.શાળા તૃતીય નંબરે વિજેતા થતા

તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.