error: This Content is protected !!

જસદણની ભાદર નદીમાં પ્રોટકશન હૉલના કોન્ટ્રાક્ટરે ચેકડેમ તોડી પાડતા હજારો માછલા તરફડતા સેવાભાવી લૉકૉની લાગણી દુભાઈ

સેવાભાવી લોકો પાણીના ટેન્કર ઠાલવી માછલાને બચાવી રહ્યા છે રાજકીય પીઠબળ ધરાવતા કોન્ટ્રાક્ટર સામૅ લૉકમા રોષ ભભુકી ઉઠ્યો 

 

 જસદણ શહેર માંથી પસાર થતી ભાદર નદીની પ્રોટેકશન વોલના બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટરે પોતાની મનસુફીથી ચેકડેમ તોડી પાડતા પાણી વહી જવાથી નદીમાં હજારો માછલા તરફડતા જોવા મળતા લોકોની લાગણી દુભાઈ રહી છે. સેવાભાવીઓ પાણીના ટાંકા ઠલવી માછલાને બચાવવા મથી રહ્યા છે શહેરના જુના માર્કેટિંગ યાર્ડ પાછળ થી પસાર થતી ભાદર નદીની પ્રોટેકશન વોલ દીવાલના કામ દરમિયાન રાજકીય પીઠબળ ધરાવતા કોન્ટ્રાક્ટરે પોતાની મનસુફીથી નદીમાં આવેલો ચેકડેમ તોડી પાડ્યો હતો. આથી નદીમાં પાણી ઉતરી જતા માછલાઓ તરફડી રહ્યા હોય, લોકોની લાગણી દુભાઈ રહી છે. પ્રોટેકશન વોલનું કામ પણ નબળું થતું હોવાની ફરિયાદો ઉઠી છે. તે કોન્ટ્રાક્ટરના આ કૃત્યથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે દરમિયાન નદીમાં તરફડી રહેલી માછલીઓને બચાવવા કેટલાક સેવાભાવીઓ દ્વારા નદીમાં પાણીના ટાંકા ઠલવીને પ્રયાસો હાથ ધરાયા હતા. દરમિયાન રાજકીય પીઠબળ ધરાવતા' આ કોન્ટ્રાક્ટરની કામગીરીએ લોકોમાં વિવાદ જગાવ્યો છે.