error: This Content is protected !!

જસદણના ઝુંડાળામાં હડકાયા શ્વાને 8 થી 10 લોકોને બચકાં ભરીલૅતા તમામને સારવાર લેવી પડી ગ્રામજનોમાં ફફડાટ

વહેલી સવારે અનેક પશુઓને પણ આવારા કૂતરાએ બચકા ભરી લીધા હતા શ્વાન ને પકડવા તંત્ર સમક્ષ ગ્રામજનોની માંગ

 

જસદણ તાલુકાના ઝુંડાળા ગામે હડકાયા શ્વાને આંતક મચાવતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો હડકાયા કૂતરાએ 8 થી 10 લોકોને બચકા ભરી લેતા હોસ્પિટલની દોડાદોડી થઈ હતી સવારે અમુક પશુઓને કરડી ખાધા બાદ શ્વાને બે મહિલા સહિત સાતને બચકાં ભરી લેતાં તમામને જસદણ સિવિલમાં સારવાર લેવા દોડવું પડયું હતું. જો કે બાદમાં શ્વાન નાસી જતાં લોકો હજુ પણ ભયથી ફફડી રહ્યા છે જસદણ તાલુકાના ઝુંડાળા ગામે શનિવારે સવારે એક હડકાયા શ્વાને પશુઓને બચકાં ભરી લીધા હતા, આટલું ઓછું હોય તેમ મહિલાઓ અને પુરુષોને પણ કરડવાનું શરૂ કરતાં ગામમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે હડકાયા કૂતરાએ બચુભાઈ ભવાનભાઈ પદમાણી, રાધાબહેન ભવાનભાઈ પદમાણી, લાભુબહેન બચુભાઈ માથુકિયા, બાબુભાઈ કેશુભાઈ કયાડા, વિઠ્ઠલભાઈ રાઘવભાઈ પદમાણી, ગોબરભાઈ ભીખાભાઈ સોલંકી, ગોરધનભાઈ નાનજીભાઈ જસાણીયાને બચકાં ભરી લેતાં તમામને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છૅ હડકાયા કૂતરાનૅ તાત્કાલિક પકડવા તંત્ર સમક્ષ ગ્રામજનોએ માંગ કરી છે