error: This Content is protected !!

હરદ્વાર ગંગા મૈયાના તટપર પૂ સાધના નંદજી મહારાજના સાનિધ્યમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પોથીયાત્રામાં જસદણના રાજુભાઈ ધાધલ જૉડાયા

ઉત્તરાખંડના હરદ્વાર ખાતે પવિત્ર ગંગા નદીના તટ પર ગુજરાતના ઝાલાવાડ આશ્રમ ના પૂજ્ય સાધનાનંદજી મહારાજના સાનિધ્યમાં હરદ્વાર પવિત્ર ગંગા નદી તટપર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાધનાનંજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલ પોથીયાત્રામાં જસદણ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર જીવદયાપ્રેમી રાજુભાઈ ધાધલ પણ જોડાયા હતા ઉત્તરાખંડના હરિદ્વાર માં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના આયોજન માં પરમ પૂજ્ય ગુરુશ્રી મુકતાનંદજી મહારાજ ના શિષ્ય પૂજ્ય સાધનાનંદજી મહારાજ બાપુ માં સાનિધ્ય માં પોથી યાત્રા નૉ અવસર પ્રાપ્ત થતાં ધન્યતા અનુભવું છું ડો યોગગુરુ શ્રીસાધનાનંદ મહારાજજી ખૂબ સરળ અને દયાળુ છે એકવાર દર્શન લાયક તેજસ્વી ઓજસ્વી સંત છે તેઓનો હરિદ્વાર માં ખૂબ વિશાળ આશ્રમ છે આવા સંતના દર્શન થી ખૂબ જીવન માં શાંતિ મળે છે આજે ગંગા મૈયાના દર્શન કરી ને ખૂબ રાજીપા સાથૅ મન પ્રસન્ન પાવન બન્યું ગૌપ્રેમી રાજુભાઈ ધાધલ ધન્ય ભાગ્ય અમારા સંત સાનિધ્ય મળ્યું