error: This Content is protected !!

વિંછીયા પંથકની પરિણતા ઉપર ગુરૂએ વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રોકડ અને દાગીના પડાવી લીધા જાનથી મારી નાખી ધમકી આપતા ગુનો દાખલ

સંતવાણી ડાયરામાં મળ્યા નૅ ગુરૂ બનાવ્યા બાદ પોત પ્રકાશ્યું હું ગુરુ છું હું કહું તેમ કરવું પડશે ગુરુ અને સેવક વચ્ચેનું અંતર ભાંગવું પડશે કહી દુષ્કર્મ આચર્યું વિંછીયા પોલીસમાં ફરિયાદ નોંધાઇ 

 

 

 વિંછીયા પંથકની પરણિતાએ આરોપી દિનેશ ધીરૂભાઈ ધોરીયા રે. હાથસણી સામે વિંછીયા પોલીસમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખવા હોય જેથી મારા પતીએ હાથસણી ગામના બહાદુરભાઈ ડાયાભાઈ મેરને વાત કરેલ અને તેની સાથે ભંજન કરતા લોકોને પણ સાથે લાવવાની વાત કરેલ હતી. જેથી મારી વાડીએ ભજન સંતવાણીનો ડાયરો હતો તે દિવસે બહારદુરભાઈ તેની સાથે દિનેશભાઈ ધીરૂભાઈ ઝાપડીયા રહે. હાથસણી વાળાને લઈને આવેલ હતા. ત્યારે અમારે દિનેશભાઈ સાથે ઓળખાણ થયેલ હતી. ત્યારબાદ આ દિનેશભાઈ અવાર નવાર અમારી વાડીએ રાત્રીના સમયે બેસવા માટે આવતો હતો. અને અમારી વાડીએ કંઈ કામ હોય તો તે દિનેશ અમારી વાડીએ આવતો હતો. અને દિનેશભાઈને હાથસણી ગામમાં ખેતીની જમીન આવેલ હોય ત્યાં અમ ને ખેતીકામની જરૂરત હોય તો હાથસણી તેની વાડીએ બોલાવતો હતો. જેથી અમારે તથા આ દિનેશભાઈને એકબીજા સારા ઘર જેવો સબંધ થઇ ગયેલ હતો. અને આ દિનેશભાઈ ભજન કિર્તન સંતવાણી કરતા હોય જેથી અમને થયેલ કે આ જ્ઞાની માણસ છે. જેથી દિનેશ અમને કહેતો કે આ દુનીયામાં જે કંઈ પણ છે તે હું છું. અને મારુ ધારૂ જ થાય છે. જેથી મે તથા મારા પતીએ આ દિનેશભાઈ પાસે ગુરુ ઉપદેશ કરાવેલ હતો.

આજથી આશરે એકાદ વર્ષ પહેલા હું તથા મારા પતી બંન્ને દિનેશભાઈની વાડીએ ગયેલ તો ત્યાં દિનેશે મને કહેલ કે હવે હું ગુરુ છું. અને તારે મારી સાથે અંતર ભાંગવું પડશે. તારુ શરીર મને સોંપી

આપવુ પડશે. તેમ કહી દિનેશે મારી મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધેલ હતો. ત્યારબાદ આ દિનેશ અમારા ઘરે અવાર નવાર આવતા હતા. અને તેની વાડી હાથસણી ગામે હોય ત્યાં કામ કાજ હોય તો દિનેશ અમને ફોન કરી બોલાવતો હતો. જેથી હું. તથા મારા પતી એમ બંન્ને હાથસણી ગામે દિનેશ ભાઈની વાડીએ કામ કરવા માટે જતા હતા. અને કયારેક રાતનો સમય થઈ જતો હોય જેથી અમે ત્યાં રાત પણ રોકાતા, હતા. ત્યારે દિનેશ મને તથા મારા પતીને વાડીમાં લઈ જતા હતા. અને ત્યાં મારી સાથે અવાર નવાર મારી મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાધેલ આરોપી દીનેશને રૂકડ રકમ અને દાગીના પણ પડાવી લીધા વિડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી

પોલીસમાં ફરિયાદ કરીશ તો તને તથા તારા પતીને જાનથી મારી નાખીશ. તેવી પણ ધમકી આપતા

અંતે પોલીસમાં ફરીયાદ કરી હતી. આ ફરીયાદ અન્વયે વિંછીયા પોલીસે આરોપી સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે