વિંછીયા ના હિંગોળગઢ ભીમ કુઈ ખાતે વન વન્યજીવ સંરક્ષણ સ્વ સલામતી આપદા જોખમ નિવારણ ઇમરજન્સી કોમ્યુનિકેશન તાલીમ યોજાય
વાછીયાના હિંગોળગઢ વન્યજીવ અભયારણ્ય ખાતે સિવિલ ડિફેન્સ, ગાંધીનગર યુનિટ તેમજ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો સંસ્થા દ્વારા, વન, વન્યજીવ સહિત રાજ્ય અને રાષ્ટ્ર હિતમાં સંરક્ષણમાં સહાયક પૂર્વાર થઈ શકે એ આશયથી વન વિભાગ ના ક્ષેત્રીય અધિકારશ્રી/ કર્મચારીશ્રીઓ, પર્યાવરણ પ્રેમી સ્વયં સેવકો, ગ્રામ રક્ષક દળના સ્વયંસેવક વગેરે માટે એક કૌશલ્ય વિકાસ લક્ષી સ્વ-સલામતી સહ આપદા જોખમ નિવારણ પ્રબંધન, ઇમરજન્સી કોમ્યુનિકેશન ની તાલીમ આયોજન કરવામાં આવેલ જેમા હિંગોળગઢ વન્યજીવ અભયારણ્ય રેન્જ હેઠળ ફરજ બજાવતા સ્ટાફ, મોરબી વન વિભાગની જસદણ નોર્મલ રેન્જ સ્ટાફ, સામાજિક વનિકરણ વિભાગ- વિંછીયા રેન્જ સ્ટાફ તેમજ સ્થાનિક આસપાસ ના પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ ના સ્વયંસેવકો, ગ્રામ રક્ષક દળના જવાન સહિતે બહોળી સંખ્યામાં ભાગ લઈ તાલિમ શિબિર સફળતા પૂર્વક પૂર્ણ કરેલ હિંગોળગઢ વન્યજીવ અભયારણ્ય ના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી રાજેશ મકવાણાએ રસ પૂર્વક ભારે જહેમત ઉઠાવી યોગદાન આપેલ.
હિંગોળગઢ અભયારણ્ય માં ભીમકુઈ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં જસદણ નેચર કલબ માં છ સભ્યો એ પણ ભાગ લઈ સફળતા પૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કરી હતી.