error: This Content is protected !!

રાંદલના દડવામા બિરાજમાન રવિરાંદલ ધામમાં નવરાત્રી પૂરતું જ નહીં પણ દર રવિવારે અને મંગળવારે રાસ ગરબાની રમઝટ બોલે છે

ઘોડો ખૂંદવા લોટા તેડવાની પ્રાચીન પરંપરા માતાજીની માંડવી સાથે માતાનું તેડું કરૅ છે નૃત્ય સાથૅ ગરબા ગવાય છે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે 

 

રાંદલના દડવા ગામે રવિ રાંદલ માતાજીના ધામમાં જ્યાં નિત્ય શણગાર દર્શન સાથે માતાજીના લોટા તેડી માતાજી પાસે થાય છે નૃત્ય ગાયન માત્ર નવરાત્રી પુરતું સીમિત નહીં પરંતુ વાસાવડ પાસે આવેલ માઁ રાંદલ ધામ ખાતે નિત્ય શણગાર દર્શન સાથે ભવ્ય લોટા તેડવા ઘોડો ખુદવા ની પ્રાચીન પરંપરા સાથે રાસ પણ લેવાય છે આ માત્ર નવરાત્રી પૂરતું નહીં પરંતુ દરેક રવિવાર અને મંગળવાર માતાજી સમક્ષ ભક્તો પ્રાચીન પરંપરા અનુસાર ઘોડા ખુદવા તેમજ માતાજી સમક્ષ તેમનો ભાવ અને ભક્તિ સાથે સુંદર નૃત્ય તો ક્યાંક રાસ પણ એક સાથે માતજીની માંડવી સાથે માતાજીનું તેડું કરે તેનું સુંદર ગાયન કરે હાલ પણ અનેક શ્રાદ્ધળુઓ દેશ વિદેશ થી દડવા રાંદલ માતાજીના દર્શન અચૂક કરે છે માતાજી ની પ્રસાદી ખીર મંદિરમાં સતત બનતી રહે છે ભક્તો મનભરીને પ્રસાદી લે છે માતાજીનો ઈતિહાસ. અનેક નામોથી પ્રચલિત રાંદલ માતાજીને રન્નાદે-છાયા, સંજ્ઞાદેવી-રાખલદે, જેવા નામેથી પણ ઓળખવામાં આવે છે. રાંદલ માતાજી દેવો ના શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા દાદા ના પુત્રી છે, સૂર્યનારાયણ ભગવાનના પત્‍ની અને યમ તથા યમુનાની માતા છે. શની ભગવાન અને તાપીદેવી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે. 

માતાજીના રૂપગુણના તેજથી પ્રભાવિત થઇ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઇચ્‍છા જાહેર કરે છે. સૂર્યની માતા સૂર્યને પોતાની ઇચ્‍છા - હઠ ત્‍યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઇપણ દેવ કન્‍યા સાથે તેના લગ્ન કરી દેવાશે. પણ સૂર્ય પોતાની હઠ પર અડગ રહે છે. 

અંતે સૂર્યની માતા પોતેજ રાંદલની માતા પાસે લગ્નનો પ્રસ્‍તાવ લઇ જાય છે. અને તેમની પુત્રી રાંદલનો હાથ પોતાનાં પુત્ર સૂર્ય માટે માંગ્યો. 

ભગવાન સૂર્ય નારાયણની માતા તે ભગવતી રાંદલની માતા ને વાત

કહે છે ત્યારે રાંદલની માતા જવાબ આપે છે કે આપના પુત્રની દીનચર્યા રાત દિવસ ચાલે છે, તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યાં રહેવું પડે માટે મારી ઈચ્છા નથી. મને આ પ્રસ્તાવ મંજુર નથી. 

આ સાંભળી સૂર્યદેવે વરુણ દેવની સહાયથી રાંદલના ઘર મોભારાનાં નળિયામાંથી રસોઈગૃહની તાવડીઓ તોડી નાખે છે. રાંદલની માતા આથી સૂર્ય ની માતા પાસે તાવડી લાવવા જાય છે, ત્યારે સૂર્યની માતા ત્યારે એક શરત મૂકે છે, તાવડી તો આપુ પણ મારી એક શરત છે. આ તાવડી ફુટે નહી, નહી તો 'ફુટે ઠીકરી તો લઈશું દિકરી' એવું વચન માંગી લીધું.કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ. જેથી શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલનાં વિવાહ થયાં.રાંદલ માતાજી ને બે સંતાન થયા એક પુત્ર 'યમ' યમરાજ અને પુત્રી 'યમુના' યમુના મહારાણી જે રાંદલ માતાજીના જ સંતાનો છે.