જસદણ માં કાલે કૃષ્ણ જન્મના વધામણા સાથૅ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરશે વિહીપ અને બજરંગ દળ દ્વારા તૈયારીઓ પૂર્ણ
ડો પ્રવીણભાઈ તોગડીયા મંત્રી કુંવરજીભાઈ રાજવી સત્યજીત કુમાર રણછોડભાઈ ભરવાડ પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ ભાજપ પ્રમુખ વિજયભાઈ સહિત આગેવાનો જોડાશે
જસદણ શહેરમાં આવતીકાલે તારીખ 4 9 2026 ને શુક્રવારના રોજ સવારે 10:00 કલાકે ભગવાન શ્રીકૃષ્ણ જન્મના વધામણા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે કૃષ્ણ જન્માષ્ટમી ની શોભા યાત્રા શહેરના આટકોટ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરેથી પ્રસ્થાન કરી ગંગા ભુવન સરદાર ચોક આંબલી ચોક ડીએસવીકે હાઇસ્કુલ મેઇન બજાર ટાવર ચોક જુના બસ સ્ટેન્ડ વાજરપુરા મફતિયાપરા સહિતના રાજમાર્ગો ઉપર ફરી બાપાસીતારામનાબાપાસીતારામના ઑટૅ સમાપ્ત થશે શહેરના મુખ્ય બજારો અને રૂટ વિવિધ રોશની અને કમાનો બેનરોથી સુશોભિત કરવામાં આવ્યા છે શહેરીજનો કૃષ્ણ જન્મના વધામણા કરવા આતુર બન્યા છે ભગવાનની આ યાત્રામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અને સંસ્થાપક ડો પ્રવીણભાઈ તોગડીયા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણ રાજવી દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મહામંત્રી પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ સહિત મહાનુભાવો જોડાશે દીપુભાઈ વાઘેલા સહિત વિહીપ બજરંગ દળની ટીમ ના આયોજન હેઠળ અભાવ્ય શોભાયાત્રા યોજાશે શહેરની તમામ ધર્મપ્રેમી પ્રેમી જનતાએ જોડાવા અનુરોધ કર્યો છે