જસદણના શખ્સને મોટરસાયકલ ચોરીના ગુનામાં રાજકોટ ગ્રામ્ય એસ ઓ જી એ ઝડપી કુવાડવા પોલીસ સ્ટેશનના ચૉરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાએ જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક સફળ કામગીરી કરીને કુવાડવા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા એસ.પી. વિજયસિંહ ગુર્જરની સૂચના મુજબ મિલકત વિરૂદ્ધના ગુનાઓ ડામવા માટે એસ.ઓ.જી. પી.આઈ. એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.આ દરમિયાન હેડ.કોન્સ. વિજયભાઇ વેગડ અને ચંદુભાઇ પલાળીયાને મળેલી બાતમીના આધારે, જસદણ જકાતનાકા પાસે વોચ ગોઠવી મહિપાલ જગદીશભાઇ રાજપરા (રહે. જસદણ) નામના શખ્સને અટકાવ્યો હતો. તેની પાસે રહેલ એક્સેસ મોટરસાયકલ કિંમત રૂ. 40,000 ના ચેસીસ નંબર તપાસતા તે કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે જસદણ પોલીસ સ્ટેશનને સોંપેલ હતો. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પી.આઈ. એફ.એ.પારગી, પી.એસ.આઈ. જી.જે.ઝાલા, પી.બી.મિશ્રા તથા સ્ટાફ જોડાયો હતો.