error: This Content is protected !!

જસદણ પોલીસે CEIR પોર્ટલની મદદથી 76 હજારના ચાર મૉબાઇલ શોધીનૅ મૂળ માલિકોને આપી માનવીય અભિગમ દાખવ્યો

જસદણ પોલીસે એક મહિનામાં કુલ રૂ. 76,097 ની કિંમતના 4 મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત સોંપી માનવીય અભિગમ દાખવ્યો છે. જસદણ મદદનીશ પોલીસ અધિક્ષક ડૉ. નવિન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ, જસદણના ઈન્ચાર્જ પીઆઇ એસ.આર. ગોહિલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને CEIR પોર્ટલની મદદથી તપાસહાથ ધરી હતી. ટેકનિકલ સ્ટાફ દ્વારા સતત ફોલોઅપ લઈ Realme, Vivo નંગ-2 અને Oppo કંપનીના ગુમ થયેલા ફોન ટ્રેસ કરી રિકવર કરવામાં આવ્યા હતા.પોતાના કિંમતી મોબાઈલ અને તેમાં રહેલો પર્સનલ ડેટા પરત મળતા અરજદારોમાં ભારે આનંદની લાગણી જોવા મળી હતી. પોતાની ખોવાયેલી મિલકત આટલી ટૂંકી મુદતમાં પરત અપાવવા બદલ તમામ અરજદારોએ જસદણ પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.