વિંછીયાના છાસીયા ગામે દિનેશભાઈને સાઢુભાઇએ માથામાં કડાના ઘા મારી લોહી લોહાણ કરી નાખ્યો આડા સંબંધની શંકાએ તું કેમ સામે જોવે છૅ કહી તૂટી પડયો
4વિંછીયાના છાસીયા ગામે આડા સંબંધની શંકાએ યુવાનને સાઢુભાઈએ કડુ મારી લોહી લોહાણ કરી નાખ્યો હતો આ અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે
મળતી વિગતો મુજબ દિનેશભાઈ જાગાભાઈ રાઠોડ ધંધો.ખેતીકામ રહે.છાસીયા ગામ, ખોડીયાર૫રા આરોપી બાબુભાઈ સોમાભાઇ સરવૈયા રહે.છાસીયા ગામ સામે વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી ને આરોપી સાઢુભાઇ થતો હોય અને તેની સાથે ફરીયાદીને બનતુ ન હોય અને આરોપીની પત્નીને ફરીયાદી સાથે આડા સંબંધની શંકા કરીને આરોપીએ ફરીયાદીને કહેલ કે તું કેમ મારી સામે જોવે છે તેમ કહીને ફરીયાદીને ગાળો આપી પોતાના હાથમાં પહેરેલ સરલ કડા વડે ફરીયાદીના માથાના ભાગે ચાર-પાંચ ઘા મારી માથેના ભાગે ચાર ટાંકા જેવી ઇજા કરી પતાવી દેવાની ધમકી આપી હતી.આ ફરીયાદ અન્વયે વિંછીયા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.