error: This Content is protected !!

જસદણના બરવાળાની સીમમાં બે માસ પૂર્વે પવનચક્કી ના વાયર ચોરીનૉ ભૅદ એલસીબીએ ઉકેલીયો મુદ્દા માલ સાથે રીઢૉ તસ્કર ઝડપાયો

રાજકોટ જિલ્લામાં મિલકત વિરોધી ગુનાઓને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગ્રામ્ય એલસીબીએ ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારના બરવાળાની સીમમાં આવેલી - પવનચક્કીમાંથી થયેલ કોપર વાય ચૉરીનૉ ભેદ ઉકેલી નાખ્યો આશરે બૅ મહિના પૂર્વે બનેલી આ ઘટનામાં સંડોવાયેલા એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે આ કેસની વિગત એવી છે કે LCB જસદણ ડિવિઝનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવળીયા અને જીતેન્દ્રભાઈ ગોહીલને બાતમી મળી હતી કે આ ચોરીમાં સંડોવાયેલો શખ્સ ચોરીના મુદ્દામાલ સાથે પસાર થઈ રહ્યો છે તાત્કાલિક વોચ ગોઠવી બાતમીના આધારે પોલીસે છગનભાઈ સોલંકી (રહે. ગુંદા, તા. ચોટીલા) ને અટકાયતમાં લીધો હતો. પોલીસે આરોપી પાસેથી 34 કિલોગ્રામ કોપર જેની રૂ.34,000 અને 10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.44,000 નો મુદ્દામાલ કબજે વધુ કર્યો હતો.પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપી દિલીપ સોલંકીનો ગુનાહિત ઈતિહાસ તપાસતા સામે આવ્યું હતું કે તે અગાઉ પણ રાજકોટ શહેરના એ ડિવિઝન, કુવાડવા રોડ તેમજ સુરેન્દ્રનગરના બામણબોર અને નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ચોરી અને પ્રોહિબિશન જેવા 8 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ ગુનામાં દિલીપની સાથે અન્ય ત્રણ શખ્સો અજીત વિહાભાઈ ગાબુ, રગો ઉર્ફે ગુજ્જર ભોળાભાઈ પલાળીયા અને રણજીત વશરામભાઈ સાઢમીયાની સંડોવણી પણ ખુલી હતી, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.