error: This Content is protected !!

જસદણમાં દારૂના ધંધાર્થી બેફામ બન્યાં દરોડો પાડવા ગયેલ પોલીસ ટીમ પર હુમલો

દારૂના નશામાં પોલીસને જોઇ લેશુ, ખોટા કેસમાં ફીટ કરી હેરાન કરી નાંખશું કહી ધમકી આપી પોલીસે બે અલગ અલગ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સાત શખ્સોની ધરપકડ કરી

 

જસદણમાં દારૂના ધંધાર્થી બેફામ બન્યાં હોય તેમ દરોડો પાડવા ગયેલ પોલીસ ટીમ પર હુમલો થતાં ચકચાર મચી ગઈ હતી. જસદણ પોલીસે બે અલગ અલગ ફરજમાં રસ્કાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સાત શખ્સોની ધરપકડ કરી હતી.

બનાવ અંગે જસદણ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હરીશભાઈ ચૌધરીએ નોંધાવેલ ફરીયાદમાં અશ્વિન ઉર્ફે હસુ બીજલ સોલંકી, કિશોર જીવા રેણુકા, હરસુખ જીવા રેણુકા અને દિનેશ કિશોર રેણુકાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ સ્ટાફ સાથે જસદણ ટાઉનમાં પોલરપર રોડ ઉપર પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સાથેના કોન્સ્ટેબલ રાહુલભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે, જસદણ પોલારપર રોડ હુડકો પાણીના ટાકા પાસે રહેતો અશ્વિન સોલંકી, કિશોર બારોટ, હસમુખ બારોટ અને દીનેશ બારોટ કિશોરની વાડીએ દેશી દારૂ વેચાણ કરે છે, જે બાતમીના આધારે ટીમે દરોડો પાડતાં તમામ આરોપીઓ ત્યાં હાજર હોય અને ત્યાં કેરબમાં દેશી દારૂ પણ હોય જેથી ચારેય આરોપીઓને ગુન્હાના કામે કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન ખાતે લઈને નીકળતા હતાં ત્યારે આરોપીઓએ અચાનક પોલીસ કાયર્વાહીમાં રુકાવટ કરવા લાગેલ હતાં.

આરોપીઓ અશ્વિનને કૅરબા સાથે ભગાડવા લાગેલ અને પોલીસ સાથે સાથે ઝપાઝપી કરવા લાગેલ જેથી મદદ માટે પોલીસ મથકે ફોન કરવા મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢેલ તો આરોપીઓએ મોબાઈલ ઝુંટવવાનો પ્રયાસ કરવા લાગેલ હતાં. દરમિયાન જેમ તેમ કરી પોલીસ સ્ટેશને ફોન કરેતા અન્ય સ્ટાફ દોડી આવેલ હતો. દરમિયાન આરોપીએ નાસી છૂટવાનો પ્રયાસ કરતાં તેમને પાછળ દોડીને પકડી પાડતા પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગેલ તેમજ નાસી છુટવા માટે બળપ્રયોગ કરી ઝપાઝપી કરવા લાગેલ જેથી જરૂરી બળ પ્રયોગ કરી તેઓને ગાડીમાં બેસાડી પોલીસ મથકે લાવી ફરજમાં રુકાવટ એકટ

હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. બુટલેગરના સાગરીતોએ પણ પોલીસ મથક માથે લીધું જ્યારે આ સમયગાળા દરમિયાન જસદણ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ ઝાપડીયાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવા નવેક વાગ્યાના વખતે સ્ટાફ સાથે પોલીસ મથકે હાજર હતા અને સ્ટાફ સાથે જસદણ ટાઉન પોલારપર રોડ હુડકો પાણીના ટાકા પાસે આરોપીની વાડીના ઝાપા પાસેથી અશ્વિન ઉર્ફે હસુ સોલંકી, કિશોર રેણુકા, હસમુખ રેણુકા અને દીનેશ બારોટને દેશીદારૂ કબ્જાના કેશમાં આરોપીઓને પોલીસ મથકે ખાતે લાવેલ હોય ત્યારે આ પ્રોહીબીશનના આરોપીઓના સગા-વ્હાલા ત્રણ શખ્સો કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જસદણ પોલીસ સ્ટેશન ખાતે આવી જોર-જોરથી બુમબરાડા પાડી બોલવા લાગેલ કે આ લોકોને તમો કેમ અહીં લાવેલ છો ? તેમ કહી બધા પોલીસને જોઈ લેશુ, તેમજ પોલીસને ખોટા કેશ કરી ખોટા ગુન્હામાં ફીટ કરી હેરાન કરી કોર્ટમાં ખોટા કેશો કરીશું. ભલે પાંચ લાખ રુપિયા બગાડવા પડે તેમ ધમકીઓ આપવા લાગી કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી ધમકીઓ આપવા લાગેલ હતાં. જેથી તે ત્રણેયને કોર્ડન કરી નામ પુછ લતા પોતે પોતાનુ નામ નિર્મળ ગૌતમ હિરપરા (ઉ.વ.૩૫, રહે-જસદણ જુના કોઠીના માર્ગે), સંજય હસમુખ રેણકા (ઉ.વ.૪૨, રહે-રાજકોટ મારૂતીનગર-૧, એરપોર્ટ ફાટક) અને ત્રીજા શખ્સે પોતાનુ નામ પ્રશાંત બળવંત રેણુકા (ઉ.વ.૩૦ ધંધો, શીક્ષક રહે જસદણ આદમજી રોડ શેરી નં-૬/૩) હોવાનુ જણાવેલ હતું.

પોલીસે ત્રણેય શખ્સો સામે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જસદણ પોલીસ સ્ટેશન ખાતે આવી સરકારી કર્મચારીઓની ફરજમાં રુકાવટ કરતાં ફરીયાદ નોંધી ધરપકડ કરી

હતી