જસદણના કનેસરામા પત્ની કૈલાશ બેને દારૂ પીવાની ના પાડતા પતિ જેરામ બાવળીયાએ માથામાં કોસ ઝીંકી દીધી
જસદણ તાલુકાના કનેસરા ગામે રહેતાં પ્રૌઢાએ દારૂડિયા પતિને દારૂ પીવાની ના પાડતાં પતિએ પત્ની સાથે ઝઘડો કરી માથામાં કોસ ઝીંકી દીધી હતી જૅથી ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના કનેસરા ગામે રહેતાં કૈલાસબેન જેરામભાઈ બાવળીયા નામના ૫૩ વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતા ત્યારે પતિ જેરામભાઈ બાવળીયાએ ઝઘડો કરી માથામાં કોસ ઝીંકી દીધી હતી. પ્રૌઢાને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં જેરામભાઈ દારૂ પીવાની કુટેવ ધરાવે છે. જેથી કૈલાસબેને દારૂ પીવાની ના પાડતાં જેરામભાઈએ ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.