error: This Content is protected !!

જસદણના પારેવાળામાં ભાડલા પોલીસે બે દરોડા પાડી એક ડઝન જુગારીઓને રોકડ સાથે ઝડપી જુગર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો

જસદણ પંથકમાં ભીમ અગિયારસથી શરૂ થયેલ જુગારની મોસમ અવીરત રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાળા ગામેથી જુગાર રમતા છ શખ્સોને ભાડલા પોલીસે જુગાર રમતા ઝડપી પડ્યા હતા

 પ્રાપ્ત વિગત મુજબ ભાડલા પોલીસ મથકના સ્ટાફ દ્વારા પારેવડા ગામે પ્લોટ વિસ્તારમાં રઘુભાઈ વાવડીયાના ઘરની બાજુમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે નસીબ આધારિત હારજીતનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં વિજય ઉર્ફે જય હરજી મેવાસીયા, મહિપત પાંથા વાઘાણી, યોગેશ સીવા કુકડીયા, રીયા, મહિપત ભાવેશ ભનુ ધોળકિયા, પ્રદીપ ભુપત ધોળકિયા અને મહેશ રણછોડ વાવડીયાનો સમાવેશ થાય છે. પોલીસે રોકડ રૂ.૨૮૩૫૦ કબજે કર્યા હતા. ભાડલા પોલીસે જુગાર ધરાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી જ્યારે બીજા દરોડામાં ભાડલા પોલીસે પારેવડા ગામે જ પ્લોટ વિસ્તારમાં હકાભાઈ વાવડીયાના ઘર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પડ્યા હતા જેમાં પાચા , પોલા બાવળીયા, વિઠ્ઠલ ધીરુ હાંડા, મનસુખ ચના પરમાર, માવજી દાહા દેગામા અને નકુલ બીજલ કોઠારીયાને દબોચી લઈ રોકડ રૂ ૪૨૦૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી