રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તા. ૧થી ૭ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી
ભારતના હવામાન વિભાગ હેઠળના અમદાવાદ મૌસમ કેન્દ્ર દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તા.૧થી ૭ જુલાઈના સપ્તાહ દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આગાહી મુજબ, તા. ૧થી ૭ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર- કચ્છના રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારિકા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં આ સપ્તાહ દરમ્યાન વરસાદી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જયારે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સાથે તા. ૧ ,૩, ૬ અને ૭ મી જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ તેમજ તા. ૫ અને ૬ ના રોજ અતિ ભારે વરસાદની સંભાવના સાથે ડાંગ, તાપી,નર્મદામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.