જસદણના સાણથલી ભાડલા પંથકમાં ધોધમાર વરસાદ સરેરાશ બે ઇંચ વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ
સાણથલી દોલત પર મઢડા ભાડલા ભંડારીયા તેમજ આજુબાજુના ગામોમાં સારો વરસાદ થતાં મગફળી કપાસના આગોતરા પિયત ને જીવત દાન મળ્યું
જસદણના સાણથલી મઢડા દોલતપર ભાડલા ભંડારીયા પંથકમાં ધોધમાર વરસાદ ધરતી પુત્રૉના હૈયૅ ટાઢક વળી સરેરાશ બે ઇંચ વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ સાણથલી મઢડા દોલતપર આજુબાજુના ગામ વિસ્તારમાં બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને પૂર આવ્યા હતા આ ઉપરાંત ભાડલા ભંડારીયા તેમજ આજુબાજુ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે અમુક ગામોમાં વાવણી લાયક વરસાદ થતાં ખુશીનો માહોલ છવાયો છે તેમ જ પ્રિયત આપી આગોતરું મગફળી કપાસ સહિતનું વાવેતર કરનારા ખેડૂતોને ટાઢક વળી છે અસહ્ય ગરમી અનૅ ઉકળાટથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સર્વત્ર ખુશીનો માહોલ છે