error: This Content is protected !!

જસદણમાં વરસાદ વરસતા ની સાથે જ પાલિકાની પ્રી મોન્સુનની પોલ ખુલી શ્રીગેલ માતાના મંદિર સામૅ પાણી ભરાતા લોકોમાં રૉષ

શહૅરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ભદ્રાવતી નદી આડી ભાદર ખારી નદીમાં પૂર આવ્યું ખૅડુતૉ ખુશ ગાંડી હૉકળી પણ ગાંડીતુર થઈ વહી

 

જસદણમાં બપોર બાદ જોરદાર વરસાદ વરસવાનો શરૂ થતાં નગરપાલિકાની ચોમાસા પૂર્વેની કહેવાતી પ્રી મોન્સુન કામગીરીની પૉલ છતી થઈ હતી ચીતલીયા રોડ તરગાળા શેરી હાઇસ્કુલ રોડ જેવા વનીચાણ વાળા વિસ્તારોમાં પુર ની સ્થિતિ નિર્માણ પામી હતી ચીતલીયા રોડ ગેલ માતાજીના મંદિર સામે વર્ષોથી વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન છે તે એક પણ બોડી ઉકેલી શકી નથી જેથી વિસ્તાર વાસીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે આ ઉપરાંત તરગાળા શેરી ડીએસવીકે હાઈસ્કૂલ તેમજ ખાનપર રોડ સહિતના વિસ્તારોમાં પુરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી. આ ઉપરાંત વાવણી લાયક વરસાદ થતાં જસદણ શહેરમાંથી પસાર થતી ભદ્રાવતી નદી આડી ભાદર ગાંડી હોકળી તેમજ ખારી નદીમાં પૂર આવ્યા હતા સારા વરસાદથી ખેડૂતોમાં રાજીપો છવાયો છે ધરતી પુત્રો દ્વારા વરાપ નીકળતા જ વાવણી કાર્ય શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે