error: This Content is protected !!

વિછીયા પોલીસના પેટ્રોલિંગમા અમરાપુર રોડૅથી શંકાસ્પદ હાલતમાં દેશી દારૂના આઠ બુંગીયા સાથૅ વિજય રાજપરા સકંજામાં

પોલીસને જોઈ પ્લાસ્ટિકની થેલીમાં રહૅલ ચાર લીટર દારૂની કોથળીઓ આમ તેમ સંઘરવા લગતા શંકા જતા રંગે હાથ ઝડપાયો 

 

વિછીયા તાલુકાના અમરાપુર રોડ પર નવા સરકારી દવાખાના પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં ઉભેલા ઈસમની તલાસી લેતા તેની પાસેથી થેલી મળી આવેલ જેમાં અડધા લીટર દારૂ ના આઠ બુંગીયા કુલ ચાર લીટર દૅશીદારૂ કબજે કરી ઇસમની ધરપકડ કરી હતી વિછીયા પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ મનોજભાઇ ગોર ધનભાઈ ડાભી પેટ્રોલિંગમા હતા તૅ દરમ્યાન વિછીયા અમરાપુર રોડે નવા સરકારી દવાખાના સામે રોડ ઉપર એક ઇસમ થેલી લઇ ઉભેલ હોય જે પોલીસ ને જોઇ આમ તેમ સંઘરવા લાગેલ જેથી પૉલીસૅ હાથમા રહેલ થેલી ચેક કરતા તેમા દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ જોવામા આવતા તુરત જ તેને પકડી પુછપરછ કરતા પોતાનુ નામ વિજયભાઈ નાજાભાઈ રાજપરા જાતે, કૉળી ઉ.વ., ૩૦ ધંધો, ખેતી રહે, વિછીયા હોવાનુ જણાવ્યું હતું તૅની પાસૅ રહૅલ પ્લાસ્ટીકની કોથળી બહાર કાઢી જોતા બુગીયાઓ નંગ-૮ તથા એક બુગીયુ ૫૦૦ એમ.એલ નંગ -૮ જૅમા કોથળીઓના મોઢા ખોલી સુંધી સુંઘાડી જોતા તેમાંથી દેશી દારૂ જેવુ ખાટી અને તીવ્ર વાસ આવતી હોય જેના સેમ્પલ લઈ તપાસણી અર્થે કબજે કરેલ જૅની કિંમત. રૂ.૮૦૦ ના મુદ્દામાલ સાથે વિજય ઝાપડિયા નૅ ઝડપી બી.એન.એસ.એસ. કલમ-૩૫(૩)(૧) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી