આટકોટમાં બે પિસ્તોલ ચાર કાર્ટીઝ સાથે કુંદણીનો યુવક ઝડપાયો સપ્લાયર મધ્યપ્રદેશનૉ શકીલ અને વચેટિયૉ બોઘવદરનૉ જયસુખના નામ ખુલ્યા ઝડપી લેવા SOG ની તજવીજ
જસદણના કુંદણી ગામે રહેતાં મહેશભાઈ ઉર્ફે મહાવીરભાઇ બાવકુભાઈ ખાચર ઉ.વ.૨૪ ને એસઓજીએ દેશી બનાવટની બે પસ્તોલ અને ચાર કાર્ટીઝ સાથે ઝડપી લીધો હતો. બે શખ્સોના નામ ખુલતાં તેમની શોધખોળ શરૂ કરી છે.બાતમીના આધારે એસઓજીએ આટકોટ નજીકથી મહેશને દેશી
સાથે ઝડપી લીધો હતો. પૂછપરછમાં તેણે માથાકૂટ ચાલતી હોવાથી આ પિસ્તોલ રાખ્યાનું રટણ કર્યું છે.દોઢેક મહિના પહેલાં બોઘરાવદરના જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા મારફત મધ્યપ્રદેશના શાકીલ મન્સુરી પાસેથી આ બંને પિસ્તોલ લીધાનું કહ્યું છે. જેથી આ બંનેને વોન્ટેડ દર્શાવાયા છે. બંને
પિસ્તોલ અને કાર્ટીઝની ડિલીવરી ચોટીલા જઈ લઈ આવ્યાનું પણ બહાર આવ્યું છે.આરોપી મહેશ વિરૂધ્ધ જસદણ અને ભાડલા પોલીસ મથકમાં પ્રોહિબિશનના અડધો ડઝન ગુના નોંધાયેલા છે. એસઓજીએ તેના વિરૂધ્ધ આટકોટ પોલીસ મથકમાં આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરાવી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે