error: This Content is protected !!

જસદણમા નસીબ આધારિત હારજીત નો જુગાર રમતા બે મહિલા સહિત પાંચ જબ્બે

પૉલીસૅ રૉકડ મોબાઈલ મળી કુલ રૂપિયા ₹35, 500ની મતા કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરી

 

જસદણનાં વિંછીયા રોડ પરની સોસાયટીમાં નસીબ આધારિત જાહેરમાં હારજીતનો જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ઝડપાયા જસદણ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફને જસદણ વિંછીયા રોડ પર આવેલ શિવનગર સોસાયટીમાં જાહેરમાં અમુક શખ્સો જુગાર રમે છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતાં સુરેશભાઈ ભાનુંભાઇ તેરૈયા ધનશ્યામભાઇ રતીલાલભાઇ પંડયા, રાજુલભાઇ મહેન્દ્રગીરી ગોસાઇ, શીતલબેન સુરેશભાઈ તેરૈયા અને લીલાબેન બચુભાઈ સોસા રહે. તમામ જસદણ ને પકડી પાડી રોકડ અને મોબાઈલ મળી કુલ રૂ.35500 ની મતા કબ્જે કરી અને જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી