error: This Content is protected !!

જસદણ યાર્ડમાં દ્વારા વરસાદની આગાહીને પગલે લે ખેડૂતોએ જણસ ઢાંકીને લાવવા અને માલ શેડમાં ઉતારવા અપીલ કરી છૅ

જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા આજે તા:૧૮/૦૬/૨૦૨૬ના રૉજ સબંધકર્તા સર્વેને જણાવ્યું છૅ,કે, ચોમાસાની શરૂઆત થઈ રહી છે પ્રિમોન્શુન એક્ટિવિટી શરૂ થઈ ગયેલ હોય તેમજ હવામાન વિભાગની આગાહી ને ધ્યાને લય પવન સાથે વરસાદ આવવાની શક્યતા ને ધ્યાનમાં લઈ દરેક ખેતપેદાશ માલ શેડ ની અંદર જ ઉતારવાનો રહેશે અને ખેડૂત ભાઈઓ એ દરેક જણસી માર્કેટ યાર્ડમાં ઢાંકીને તથા ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવવાની રહેશે

પવન સાથે વરસાદ થવાની શક્યતા હોવાથી દરેક ખેતપેદાશ માલ ને ઢાંકવાની વ્યવસ્થા ખાસ રાખવી જેથી ખેતપેદાશ માલને નુકસાન ન થાય.જેની ખાસ કાળજી લેવા જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર દ્વારા જાણ કરવામાં આવી છે