વિંછીયાના સમઢીયાળા પાસે કારમાંથી રૂ.1.50 લાખનો દારૂ ઝડપાયો અમરેલીના લાલજી ઉર્ફે અમિતની ધરપકડ
વિંછીયાના બુટલેગર ઈશ્ર્વર ઉર્ફે ઇસોએ દારૂ ભરી આપ્યો હતો રૂરલ એલસીબીનો દરોડો, દારૂની 220 બોટલ સહિત રૂ.6.50 લાખનો મુદામાલ જપ્ત
વિંછીયા તાલુકાના સમઢીયાળા પાસે કારમાંથી રૂ.1.50 લાખનો દારૂ રૂરલ એલસીબીની ટીમે પકડી અમરેલીના લાલજીની ધરપકડ ધરપકડ કરી હતી. વિંછીયાના બુટલેગર ઈશ્વર ઉર્ફે ઇસોએ દારૂ ભરી આપ્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ આદરી હતી.રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા અપાયેલ સૂચનાથી રૂરલ એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં કરી હતી.એલસીબીની ટીમ વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે એક ખાનગી રાહે બાતમી મળી હતી કે, સમઢીયાળા ગામ તરફથી વિંછીયા તરફ આવી રહેલી એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી શંકાસ્પદ કાર આવતા જ તેને અટકાવી તલાશી લેતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલીસે કાર ચાલક લાલજી ઉર્ફે અમિત મનસુખભાઈ ચૌહાણ (રહે. રોકડીયા પરા, શેરી નં-01, ચક્કરગઢ રોડ, અમરેલી) ની ધરપકડ કરી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ 220 બોટલ રૂ.1.50 લાખ, કાર સહિત કુલ રૂ.6.50 લાખનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ આદરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો ઇશ્ર્વર ઉર્ફે ઇસો ભવાનભાઈ બાવળીયા (રહે. મોટામાત્રા, વિંછીયા) એ ભરી આપ્યો હોવાની આરોપીએ કબૂલાત આપી હતી. સપ્લાયર ઇશ્ર્વર ઉર્ફે ઇસો એક રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ રાજકોટ શહેર, વિંછીયા, જસદણ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં દારૂ અને જુગાર ધારા હેઠળ 15 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જે કામગીરીમાં રૂરલ એલસીબી પીઆઇ જે,પી, રાવ પીએસઆઇ એચ.સી.ગોહિલ, કે.એમ.ચાવડા, આર.વી.ભીમાણી સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.