જસદણમાં ભવાની આર્ટ દ્વારા ફ્રી પેઇન્ટિંગ અને કલા માર્ગદર્શન કેમ્પમાં જિલ્લા કલા શિક્ષણ સંઘના પ્રમુખ ઉપસ્થિત રહ્યા
જસદણ ખાતે ભવાની આર્ટ દ્વારા નિઃશુલ્ક પેઇન્ટિંગ અને કલા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો તેમજ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કેમ્પ દરમિયાન બાળકોને કલા ક્ષેત્રમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શિક્ષણ સાથે કલાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઉપસ્થિત વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની પેઇન્ટિંગ કળા, રંગોની સમજ અને સર્જનાત્મકતા વિકસાવવા માટે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ જિલ્લા કલા શિક્ષણ સંઘના પ્રમુખ રજનીભાઈ ત્રિવેદી તેમજ શિક્ષણ અધિકારી રામાનુજ સર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે શિક્ષણની સાથે કલા પણ જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને યોગ્ય માર્ગદર્શન મળવું ખૂબ જરૂરી છે.કેમ્પ દરમિયાન બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. ભવાની આર્ટ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસને ઉપસ્થિત લોકોએ સરાહનીય ગણાવ્યો હતો.