error: This Content is protected !!

શીવરાજપુર ગામ પાસૅ રૂરલ એસઓજીની મોટી કાર્યવાહી ટ્રકમાંથી 108 કિલો ગાંજાના જથ્થા સાથૅ ત્રણ શખ્સોની ધરપકડ

જય વિહળનાથ હોટલ પાસે વોલ્ટ થયેલ માલવાહક ટ્રકમાં ગાંજો હોવાની બાતમીના આધારે દરોડો પાડતાં રૂ.54.16 લાખનો જથ્થો પકડાયો, કુલ રૂ.84.31 લાખનો મુદામાલ જપ્ત

 

 

 

 ઓડીસાના અલેખા બીસનું બહેરા નામના શખ્સે ગાંજો ભરી આપ્યો અને તે જથ્થો કાલાવડના મહમદરફીક લોદી અને અબ્દુલલતીફ સમાને સપ્લાય કરવાનો હતો, શોધખોળ

 

 

જસદણના શીવરાજપુર ગામના પાટીયા પાસેની હોટલ પર રૂરલ એસઓજીની ટીમે સૌથી મોટી કાર્યવાહી કરી હતી. જય વિહળનાથ હોટલ પાસે વોલ્ટ થયેલ માલવાહક ટ્રકમાં ગાંજો હોવાની બાતમીના આધારે દરોડો પાડતાં મસમોટો રૂ.54.16 લાખનો 108 કિલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી કુલ રૂ.84.31 લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.દરોડાની વિગત મુજબ, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જર ( દ્વારા "SAY NO TO DRUGS" મુહિમ હેઠળ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ, હેરાફેરી કરતા શખ્સો ઉપર કાયદેસરની સઘન કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ જી.જે.ઝાલા, પી.બી.મિશ્રા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.ત્યારે સાથેના સ્ટાફને જસદણથી ઘેલા સોમનાથ ગામ તરફ જતા શીવરાજપુર ગામના પાટીયાથી આગળ આવેલ જય વિહળનાથ હોટલ પાસે એક માલવાહક ટ્રક નં. જીજે-06-AT-9438 માં ત્રણ શખ્સો કાદરશા ઉર્ફે કાદરબાપુ શેખ (રહે.કાલાવડ), નરેશ ઉર્ફે હરી લીંબડીયા (રહે. રાજપરા ગામ) અને રાજુ ચૌહાણ (રહે. રાજપરા,બોટાદ) માદક પદાર્થ ગાંજાનો જથ્થો માલવાહક ટ્રકમાં સંતાડી ઉભા રહેલા હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યો હતો.એસઓજીની ટીમે હોટલ પાસે ઉભેલ બાતમી વાળા ટ્રકમાં હાજર ત્રણ શખ્સોને અટક કરી પોલીસે ટ્રકની કેબિનમાં ડ્રાઈવર સીટ પાછળ રહેલ પ્લાસ્ટિકના બાચકા ચેક કરતાં તેમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીની ટીમે ગાંજાનો જથ્થાનો 108 કિલો 331 ગ્રામ રૂ.54,16,550, મોબાઇલ નંગ-03, માલવાહક ટ્રક મળી કુલ કિ.રૂ.84,31,550 નો મુદામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, ત્રણેય શખ્સો ટ્રક લઈ ઓડીસા ફેરો મારવા ગયાં ત્યાંથી ઓડીસાના અલેખા બીસનું બહેરા નામના શખ્સે ગાંજો ભરી આપ્યો હતો અને તે ગાંજાનો જથ્થો કાલાવડના મહમદરફીક અસરફભાઇ લોદી અને અબ્દુલલતીફ ઓસમાણભાઇ સમાને સપ્લાય કરવાનો હોવાની આરોપીઓએ કબૂલાત આપી હતી.એનડીપીએસની લિંક તોડવા મોટી કાર્યવાહી કરનાર ટીમ જે અંગેની કામગીરી એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ જી.જે.ઝાલા, પી.બી.મિશ્રા, એએસઆઇ પરબતભાઇ શામળા, ફિરોઝભાઇ બ્લોચ, વિપુલભાઇ ગુજરાતી, રૂપકબહાદુર બોહરા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ, ક્રિપાલસિંહ જાડેજા, પીયુષભાઇ અઘેરા, નૈમીષભાઇ મહેતા, મયુરભાઇ વિરડા, ચંદુભાઇ પલાળીયા તથા કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી, રધુભાઇ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, કલ્પેશભાઇ કોઠીવાર, ચીરાગભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહિલ, રણજીતભાઇ ધાધલ, નવદિપભાઇ બાબરીયા, પુથ્વીરાજસિંહ ડોડીયા, નરશીભાઇ બાવળીયા દ્વારા કરવામાં આવેલ છે. એસપી વિજયસિંહ ગુર્જરના કાર્યકાળમાં સૌથી મોટો દરોડોઃ અગાઉ 72 કિલો ગાંજો પકડ્યો હતો જસદણ નજીકથી 108 કિલો ગાંજો રૂરલ એસઓજીની ટીમે પકડી પાડ્યા બાદ એસપી વિજયસિંહ ગુર્જરે સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં એનડીપીએસની ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબૂદ કરવા અલગ અલગ ટીમ કાર્યરત છે અને તેઓના કાર્યકાળ દરમિયાન ગઈકાલે પકડાયેલ 108 કિલો ગાંજાનો જથ્થો સૌથી મોટો દરોડો છે. અગાઉ પણ વિંછીયાના ભડલી ગામની સીમમાંથી ગાંજાની ખેતી પકડી રૂ.37.10 લાખનો 72 કિલો ગાંજો પકડી પાડ્યો હતો.