error: This Content is protected !!

જસદણ તાલુકાના વડોદ ગામે મદિરાના મદમા ગાળો બોલતા નશૅડીને મહિલાઍ ટપારતા ઢીકાપાટુ મારી હુમલો કર્યો ઇજાગ્રસ્ત પ્રૌઢાને સારવાર માટે રાજકોટ સીવીલ માં ખસેડાયા

જસદણ તાલુકાના વડોદ ગામે મદીરા ના નશામાં અપ શબ્દો બોલતા નશૅડીને પ્રોઢાએ ગાળો બોલવાની ના પાડી હતી. જેથી દારૂડીયા શખ્સે ઝઘડો કરી પ્રોઢા ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા મહિલા ને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જસદણ તાલુકાના વડોદ ગામે રહેતા રામુબેન ખીમાભાઈ ચાવડા નામના ૫૫ વર્ષના પ્રોઢા બે દિવસ પૂરે રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે લાલભાઈ ઓળકીયા નામના શખ્સે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર લાલભાઈ ઓળકીયા દારૂના નશામાં ગાળો બોલતો હતો. જેથી રામુબેન ચાવડાએ ગાળો બોલવાની ના પાડતા લાલભાઈ ઓળકીયાએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે