error: This Content is protected !!

અમરાપુર શૈક્ષણિક સંસ્થામાં ગ્રામીણ યુવા રોજગાર કૌશલ્ય સજ્જતા કોર્સ' સંપન્ન તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અપાયા

સોફ્ટ સ્કિલ ગ્રામ્ય પત્રકારત્વ એ આઈ મિત્ર એન્ટર પ્રીન્યોરશીપ ડેવલોપમેન્ટ (EDP) જૅવા આધુનિક વિષયોની તાલીમ અપાય 

 

 વિંછીયા તાલુકાના અમરાપુર ગામમાં આવેલી આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે 'ગ્રામીણ યુવા રોજગાર કૌશલ્ય સજ્જતા કોર્સ' સંપન્ન થયો છે. જેના અનુસંધાને તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.ગુજરાત સરકારના શ્રમ ખાતાં અંતર્ગત અમદાવાદની મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા આ રોજગાર વિષયક ૧૫ દિવસીય અભ્યાસક્રમમાં જોડાઈને ધોરણ ૧૦ ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ રોજગારલક્ષી કૌશલ્યથી સજ્જ બન્યા હતાં. જેમાં સોફ્ટ સ્કીલ, ગ્રામ્ય પત્રકારત્વ, એ.આઈ. મિત્ર અને એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (EDP) જેવા આધુનિક વિષયોની તાલીમ આપવામાં આવી હતી. આ તકે આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. મિશાબેન વ્યાસ, ડો. સુમનબેન વૈષ્ણવ, ડો. પ્રાપ્તિબેન શાહ અમરાપુર શ્રી શૈક્ષણિક સંકુલના સંચાલક ભાવનાબેન બાવળીયા તથા સામાજિક આગેવાન કુલદીપભાઈ પટગીર સહિત વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.