error: This Content is protected !!

જસદણ પાલિકાના સેનેટરી વિભાગમાં મારામારી ધમાલ અંગૅ ગુનો દાખલ પૉલીસૅ મહિલા સહિત 3ની ધરપકડ કરી

જસદણ નગરપાલિકા કચેરીના સેનેટરી વિભાગમાં બે દિવસ પહેલાં થયેલી ધબાધબી મારામારીનો મામલો કચેરીના સીસીટીવી કેમેરામાં કેદ થયૉ હતૉ જેના આધારે જસદણ પોલીસે સેનેટરી સુપરવાઇઝર તથા સફાઈ કર્મચારી મહિલા પતિ પત્ની સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.આ હિંસક મારામારી પાછળ એક દુષ્કર્મ કેસની જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. આ મામલાને લઈને બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મનદુ:ખ ચાલતું હતું. જે મુદે બંને પક્ષો ઓફિસમાં જ બાખડી પડયા હતા.આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસનું કામ આસાન બની ગયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને બંને પક્ષ તરફથી કુલ ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી. જસદણ પોલીસે મારામારી કરનાર જયશ્રીબેન બારૈયા, રવિન્દ્ર બારૈયા અને પ્રકાશ બારૈયાને ઝડપી લીધા હતા. આ ધરપકડ બાદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.