આટકોટ પોલીસના વાહન ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી કાર ઝડપાઈ બે બાચકામા ભરૅલ વિદૅશી દારૂની 558 બોટલ સાથૅ સનાળીનૉ હરૅશ હમીર ઝડપાયો
જસદણ તાલુકાના આટકોટ પોલીસ દ્વારા હાઇવે ઉપર વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 180 એમ એલ ની 558 બોટલ સાથે સનાળી ગામના હરેશ હમીર પરમાર ને ઝડપી પાડ્યો હતો આટકોટ પોલીસ દ્વારા જસદણ ટી પોઈન્ટ પાસે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એક કાર રોકીને તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂ ભરેલી બોટલો મળી આવી હતી જે કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આટકોટ પોલીસ વાહન ચેકિંગમાં હતાં ત્યારે જંગવડ તરફથી કાર આવતી હતી જેને રોકી ચેકિંગ હાથ ધરવામાં આવતાં પાછળની ડેકીમાં બે મોટા બાચકાં જોવા મળ્યા હતા. એમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂની બોટલો દેખાઈ હતી, પોલીસે 558 ઇંગ્લિશ દારૂની બોટલો કબજે લઈ કાર સહિતના મુદ્દા માલ સાથે આરોપી હરેશ હમીર પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી