error: This Content is protected !!

જસદણ પાલિકામાં બીજા દિવસે મારામારી મહિલા સદસ્યાના પતિ ઉપર કર્મચારી સહિતનાઓનો હુમલો માથામાં ઇજા

વોર્ડ નંબર 1 વિસ્તારમાં પાણીના ટાંકા નાખવાના મુદ્દે વિવાદ હતો સાથૅ જૂની અદાવતનૉ રાખી હુમલો થયાનું જાણવા મળે છે

 

જસદણ નગરપાલિકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ સતત બીજા દિવસે મારામારીનો વધુ એક ગંભીર બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. નગરપાલિકાના વોર્ડ 1ના મહિલા સભ્યના પ્રતિનિધિ અને તેમના પતિ હરેશભાઈ ઠોળીયા પર પાલિકાના જ કર્મચારી અને તેના સાગરીતોએ જીવલેણ હુમલો કર્યો હતો. નગરપાલિકા વિસ્તારમાં પાણીના ટાંકા નાખવાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ અને જૂની અદાવતનો ખાર રાખીને નગરપાલિકાના જ એક કર્મચારી અને તેના સાગરીતો સહિત કુલ 7 શખ્સના ટોળાએ હરેશભાઈ ઠોળીયા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હરેશભાઈ ઠોળીયાને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને હોસ્પિટલમાં સારવાર લીધી હતી