સરધાર નજીક સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો હલેન્ડા પાસે હોટલના પાર્કિંગમાંથી રૂા. ૬૩ લાખનો દારૂ ભરેલ ટ્રક કબ્જે
લિક્વિડ ડીટરજન્ટની આડમાં 5280 બૉટલ દારૂ સંતાડાયો હતો, રૂા. ૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની શોધખોળ
રાજકોટ-ભાવનગર હાઇ-વે પર સરધારના હલેન્ડા ગામથી આગળ ભાવનગર તરફ જતા રોડ પર આવેલી હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી એ દરોડો પાડી રૂા. ૬૩.૧૪ લાખની કિંમતના દારૂની ૫૨૮૦ બોટલ અને ટ્રક સહિત રૂા. ૯૭.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક અને દારૂનો જથ્થો મંગાવનાર તેમજ મોકલનાર સહિતની શોધખોળ શરૂ કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ જાડેજા પેટ્રોલિંગમાં હતા ત્યારે હલેન્ડા ગામથી ભાવનગર તરફ જતા હાઇવે પર આવેલી નાર એક હોટલના પાર્કિંગમાં પાર્ક ટ્રકમાં દારૂનો જથ્થો ભરેલો હોવાની માહિતીના આધારે એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો. જયાં પડેલા ટ્રકોમાં તપાસ કરતાં એક ટ્રક કે જે બંધ બોડીનો હતો. તેમાં તપાસ કરતાં તેમાંથી રૂા. ૬૩.૧૪ લાખની કિંમતની દારૂની ૫૨૮૦ જેટલી બોટલ મળી આવતા દારૂ ઉપરાંત ટ્રક અને લિક્વિડ ડીટરજન્ટની રૂા. ૧૪ લાખની ૨૩૪૦ બેગ સહિત રૂા. ૯૭.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓએ ટ્રકમાં લિક્વિડ ડીટરજન્ટની બેગની દારૂનો જથ્થો છુપાવ્યો હતો. હાલ આ મામલૅ આજી ડેમ પોલીસ મથકમાં ટ્રક ચાલક, બહારના રાજ્યમાંથી દારૂં મંગાવનાર અને દારૂ મોકલનાર સામે આજી ડેમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાતા વધુ તપાસ હાથ ધરાઇ છે.