error: This Content is protected !!

જસદણનાં ભડલી ફીડરમાં એક મહિનાથી સિંગલ ફેજ પાવર ન મળતા રાત્રે ખેડૂતોના કચૅરીમા રોષભૅર ધરણા તંત્રમાં દોડધામ મચી હતી

ખાનપર રોડ વાડીમાં રહેતા 200 પરિવારોના રાત્રે 12: કલાકે પીજીવીસીએલ કચેરીમાં ધારણા રામધુન બોલાવાય તંત્ર દોડ્યું પાવરની ખાતરી મળતા ધરણાં સમૅટાયા 

 

 

જસદણમાં ખાન પર રોડ પર ભાદર નદીના કાંઠે રહેતા ખેડૂત પરિવારો છેલ્લા એક મહિનાથી ઉનાળાની બળબળતી ગરમીમાં અંધારપટમાં જીવવા મજબૂર બન્યા હતા. કાળઝાળ ગરમીમાં ભડલી ફીડરમાં સિંગલ ફેઝ લાઈટ ન મળતા આખરે - ખેડૂતોની ધીરજ ખૂટી હતી. મોડી રાત્રે - 12 વાગ્યે રોષે ભરાયેલા ખેડૂતો જસદણ - પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા હતા - અને કચેરીના પટાંગણમાં જ રામધૂન - બોલાવી ધરણા પર બેસી જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી આ અંગે સ્થાનિક ખેડૂત નીતિનભાઈ ચોહલીયાએ તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ભાદર નદીના કાંઠ આશરે 200 જેટલા ખેડૂત પરિવારો વસવાટ કરે છે. હાલ અસહ્ય ગરમી છે, ત્યારે પંખા વિના રહેવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં સિંગલ ફેઝ લાઈટ આપવામાં આવતી નથી. આ અંગે ભડલી ફીડરના પીજીવીસીએલ કર્મચારી કટારાને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ કોઈ વાત સાંભળવા તૈયાર ન હોવાના ગંભીર આક્ષેપો પણ ખેડૂતોએ કર્યા છે.રાત્રે 12 વાગ્યે નીતિન ચોહલીયા સાથે 15 જેટલા ખેડૂતો કચેરીએ પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ જવાબદાર કર્મચારી હાજર નહોતો. કોલ સેન્ટર પણ ખાલીખમ હતું. આથી વિફરેલા ખેડૂતોએ પટાંગણમાં બેસી રામધૂન શરૂ કરી હતી અને ચીમકી આપી હતી કે, જ્યાં સુધી સિંગલ ફેઝ લાઈટ નહીં આવે ત્યાં સુધી અહીંથી હટીશું નહીં, જરૂર પડશે આત્મવિલોપન કરીશું. ખેડૂતોના વિરોધની જાણથતા જવાબદારો તાત્કાલિક કચેરીએ દોડી આવ્યા હતા 24 ક્લાકમાં લાઈટ આપવાની ખાતરી મળતા મામલો થાળે પડયો ખેડૂતોના રોષ આગળ આખરે પીજીવીસીએલ તંત્રને નમવું પડ્યું હતું. હાજર કર્મચારીઓએ ખાતરી આપી હતી કે, આવતીકાલથી જ ભડલી ફીડરમાં સમાવિષ્ટ આ વિસ્તારમાં 24 કલાક નિયમિત લાઈટ અધિકારીઓની લેખિત-મૌખિક સમજાવટ અને ભરોસા બાદ ખેડૂતોએ મોડી રાત્રે પોતાના ધરણા સમેટ્યા હતા