જસદણ ગોંડલ, શીવરાજગઢ અને જેતપુરમાં દારૂના દરોડા : રૂ.5.52 લાખનો મુદામાલ જપ્ત ત્રણ બુટલેગરો ફરાર શોધખૉળ
રાજકોટ રેન્જ આઇ.જી ની સૂચના અનુસાર જિલ્લા પોલીસ વડાઍ રાજકોટ જિલ્લામાં દારૂ જુગાર ની બદી સામે કડક પગલાં ભરવા આપેલ સૂચના અનુસાર ગ્રામ્ય એલસીબી દારૂના ધંધાર્થીઓ પર ત્રાટકી હતી એક મહિલા સહિત ત્રણ પકડાયા, ત્રણ બુટલેગરો ફરાર: કુલ રૂ.2.95 લાખનો 386 બોટલ દારૂ પણ જપ્ત કરાયો
રાજકોટ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમોએ ગોંડલ, શીવરાજગઢ, જસદણ અને જેતપુરમાં દારૂના દરોડા પાડી રૂ.5.52 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જેમાં પોલીસે એક મહિલા સહિત ત્રણ પકડી પાડ્યા હતાં. જ્યારે ત્રણ બુટલેગરો ફરાર થતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે.