error: This Content is protected !!

રાજકોટ જિલ્લામાં વિધાનસભા મતવિભાગોમાં મતદારયાદી સુધારણા ઝુંબેશનો પ્રારંભ આવતા રવિ થી ૪ રવિવાર સુધી ખાસ કેમ્પ

બાકી રહેલા અને યુવા મતદારો માટે મતદાર યાદીમાં નામ નોંધાશે શાળા-કોલેજમાં સ્વીપના કાર્યક્રમો યોજાશે, BLO બુથ ઉપર બેસશે

 

ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી પૂર્ણ થઈ હોય, તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મતદાર નોંધણી અધિકારી દ્વારા સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ મતદારયાદીમાં નોંધણી કરાવવાથી બાકી રહી ગયેલા તમામ પાત્ર નાગરિકો તથા ૧૮-૧૯ વર્ષના યુવા-પ્રથમ વખતના મતદારોના નામની નોંધણી કરવાનો છે.

આ ખાસ ઝુંબેશ અન્વયે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ વિધાનસભા મતવિભાગોમાં મતદાર નોંધણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા યુવા મતદાર નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુવા અને પ્રથમ વખતના મતદારોમાં મતદાર નોંધણી અંગે જાગૃતિ લાવવા માટે કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે સ્વીપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.

નાગરિકોની સરળતા માટે ઓક્ટોબર અને નવેમ્બર માસના રવિવાર એટલે કે તા. ૧૧-૧૦-૨૬, ૧૮-૧૦-૨૬, ૨૫-૧૦-૨૬ અને ૦૧-૧૧-૨૬ના રોજ મતદાન મથકો ખાતે ખાસ ઝુંબેશના દિવસોનું

આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૧૦ કલાકથી સાંજે ૦૫ કલાક સુધી ડેઝીગ્નેટેડ ઓક્સિર્સ અને બુથ લેવલ અધિકારીઓ દરેક મતદાન મથક પર હક-દાવા તથા વાંધા અરજીઓ સ્વીકારશે. આ સમગ્ર ઝુંબેશ સુચારુ રીતે સંપન્ન થાય તે માટે સુપરવાઈઝરો અને ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન મથકોની મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.