જસદણ નગરપાલિકા ખાતે ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અંતર્ગત વોર્ડ સુપરવાઈઝરોની બેઠક યોજાઈ
જસદણ નગરપાલિકા ભવન ખાતે તા. ૨૩ સપ્ટેમ્બરનાં સવારે ૧૧:૦૦ કલાકે ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અંતર્ગત ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સિટી મેનેજરૉની ઉપસ્થિતિમાં શહેરના તમામ વોર્ડના સુપરવાઈઝરોની એક અગત્યની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં વિઝિબલ ક્લીનલીનેસ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, ઘર-ઘર સંપર્ક અભિયાન, તાલીમ સત્ર, મહત્વના સ્થળોની ઓળખ, કચરાના ઢગલા અને ગંદકીવાળા સ્થળોની સફાઈનું લક્ષ્ય તથા જાહેર સ્થળોની સ્વચ્છતા, સ્વચ્છતા માર્શલ તેમજ સ્વચ્છતા માટે જનભાગીદારી સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરાઈ હતી. આ સાથે સંબંધિત પોર્ટલની કામગીરી અંગે જરૂરી તાલીમ પણ આપવામાં આવી હતી.સમગ્ર કામગીરીની ગંભીરતાને ધ્યાને લઈને તમામ સુપરવાઈઝરોને નિયત સમયમર્યાદામાં સોંપાયેલ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી