error: This Content is protected !!

જસદણના આટકોટ રોડ થી ચિતલીયા રોડ સુધીમાં નોન પ્લાન બાયપાસ રોડ બનાવવા ખેડૂત અગ્રણી પ્રવીણ છાયાણીએ મંત્રી કુંવરજીભાઇ સમક્ષ માંગ કરી

નોન પ્લાન પાકા રસ્તાનું નિર્માણ કરવામાં આવૅતૉ વેપારીઓ ખેડૂતો તેમજ અન્ય વિસ્તારોને પણ લાભ થશે મુખ્ય રસ્તા નો ટ્રાફિક ઘટશે વિકાસને વેગ મળશે

 

જસદણ શહેરમાં ચિતલીયા રોડથી આટકોટ રોડ સુધી નવા નોન-પ્લાન બાયપાસ જોડાણ પાકા રસ્તાનું નિર્માણ કરવા જસદણના ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ ઉકાભાઇ છાયાણી જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને લેખિત ફરિયાદ કરી છે આ ઉપરાંત મામલતદાર તંત્રને પણ આ અંગે આવેદન આપવામાં આવ્યું હતું લેખિત પત્રમાં જણાવ્યા પ્રમાણે હાલમાં જસદણ શહેરમાં વધતા વાહનવ્યવહાર અને શહેરી વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખીને ચિતલીયા રોડથી આટકીટ રોડને જોડતો નવો પાકો રસ્તો બનાવવાની આવશ્યકતા છે. ખાસ કરીને આટકોટ સેડથી ચિતલીયા રોડ તરફ અથવા જસદણ શહેરના વોર્ડ નંબર પાચમાં જવા-આવવા માટે હાલમાં કોઈ યોગ્ય મુખ્ય જોડાણ માર્ગ ઉપલબ્ધ નથી. જૅના કારણે સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતો, વેપારીઓ તથા અન્ય વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને લાંબો રસ્તો પસાર કરવાની ફરજ પડી શકે છે. જો આ બંને માર્ગોને જોડતો નવો પાકો રસ્તો બનાવવામાં આવે, તો વોર્ડ નંબર પાંચ ઉપરાંત 6,4,1, વિસ્તારને ફાયદો થાય એમ છે નાગરિકોને સીધૉ અને સરળ અવરજવરની સુવિધા મળશે. મુખ્ય રસ્તાઓ પરના ટ્રાફિકનો ભાર પટશે તથા સમય અને ઇંધણની બચત થશે. સાથે જ સ્થાનિક વિસ્તારના વિકાસને વેગ મળશે અને નાગરિકો, ખેડૂતો તથા વેપારીઓને નોંધપાત્ર લાભ થશે આથી આપશ્રીને નમ્ર વિનંતી છે કે જસદણ શહેરના ચિતલીયા રોડથી આટકોટ રોડ સુધી નવા જોડાણ માર્ગના નિર્માણ માટે સ્થળ તપાસ, જરૂરી સર્વે, જમીનની ઉપલબ્ધતા અને ટેકનિકલ શક્યતાઓની ચકાસણી કરાવી, યોગ્ય સરકારી પ્રક્રિયા હાથ ધરી આ માર્ગને મંજૂરી આપી તેનું પાકું બાંધકામ કરાવવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રવીણભાઈ છાયાણીએ કરી છે