વિંછીયામાં દિકરીના લગ્નની તૈયારી કરતાં પરીવાર પર પિતા-પુત્રનો ધારીયાથી હુમલો
5આરોપી જેન્તીના સાળા સાથે સગપણ તોડી નાંખનાર પરિવારને ઘર બહાર બોલાવી માર માર્યો, બે યુવતી સહિત ત્રણને ઈજા, સગીર પુત્ર અને પિતા સામે ગુનો નોંધાયો
વિંછીયામાં દિકરીના લગ્નની તૈયારી કરતાં પરીવાર પર પિતા-પુત્રએ ધારીયાથી હુમલો કરતાં બે યુવતી સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે વિંછીયા પોલીસે સગીર પુત્ર અને પિતા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે વિંછીયાના શિવાજીપરામાં રહેતા રેખાબેન ચંદુભાઈ રાજપરા (ઉ.વ.૪૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જેન્તી સવસી વાલાણી અને તેના સગીર વયના પુત્રનું નામ આપતાં વિંછીયા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઑ વિછીંયા નવ જાગૃતી અન્નક્ષેત્રમા રસોઈકામની મજુરી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેણીને સંતાનમા બે દિકરા તથા ત્રણ દિકરીઓ છે. તેઓની | દિકરી રિધ્ધીના લગ્ન તા.૨૧/૦૨/૨૦૨૬ ના રોજ હોય જેથી
ઘરના સભ્ય લગ્ન પ્રસંગની કામગીરી કરતા હતા, તે વખતે તેણીના દિકરા શૈલેષના ફોનમા સગીર આરોપીનો સાંજના આઠેક વાગ્યા આસપાસ ફોન આવેલ જેમાં આરોપી ગાળો બોલવા લાગેલ અને કહેતો તમારો પ્રસંગ બગાડવો છે અને તુ બહાર આવ એટલે મારી નાખવો છે તેમ વાત કરતા દિકરાએ ફોન કાપી નાખેલ હતો. થોડીવારમા આરોપી એક. લોખંડનુ ધારીયુ લઈ ઘર પાસે આવી ગાળો બોલવા લાગેલ અને ફરીયાદીનાં દિકરા રાહુલે તેને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ જઈ દિકરા શૈલેષને માથાના ભાગે એક ધારીયાનો ઘા મારી દિધેલ અને પુત્ર રાહુલે તેમની પાસેથી ધારીયુ લઇ લીધેલ હતું. આ વખતે આરોપી જેન્તી વાલાણી લાકડી લઈ ઘર પાસે ઘસી આવેલ અને ગાળો બોલી તેના હાથમાં રહેલ લાકડી વડે ફરીયાદીના પતિને મારવા જતા લાકડી પકડી લઇ
લીધેલ અને આ વખતે બધા વચ્ચે
જપાજપી થવા લાગેલ હતી. ત્યા ઘણા બધા
માણસો ભેગા થઈ ગયેલ અને આ વખતે તેઓની દિકરી નંદનીને ગળાના ભાગે નખ વાગી
ગયેલ અને રિધ્ધીને મુંઢ ઇજા થયેલ હતી.
તેઓને પણ કાંડાના ભાગે ઇજા થયેલ હતી. જે
બાદ તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે વિછીયા
સરકારી દવાખાને ખસેડાયા હતાં. વધુમાં
ફરીયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેઓની દિકરી નંદનીની સગાઈ આરોપી 1 જેન્તી વાલાણીના જસદણ રહેતાં સાળા નરેન્દ્ર જમૉડ સાથે કરેલ હોય તે માણસો સારા ન લાગતા સગાઈ તોડી નાખેલ હોય જૅ બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો. બનાવ
અંગેની ફરીયાદ પરથી વિંછીયા પોલીસે ગુનો
નોંધી આરોપીને પકડવા તજવીજ કરી હતી.