error: This Content is protected !!

આટકોટમના જૂનુંબસ સ્ટેન્ડની સ્થિતિ નરકા ગાર કચરા ગંદકીના ગંજ અસામાજિકૉ અડિંગો જમાવૅછૅ ખંઢેર જેવી હાલત છતાં તંત્ર નિંદ્રાધીન લોકોમાં રૉષ

જે તે સમયે ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ પૉતાની ગ્રાન્ટ માંથી બનાવૅલ બસ સ્ટેન્ડ હાલ નશાખોરો બંધાણીઑના અડ્ડા સમાન છતા જવાબદારૉનુ મૌન વ્રત

 

 

જસદણ તાલુકાના આટકોટ ગામે નવું એસ.ટી. બસ સ્ટેશન બન્યા બાદ સરકારી મિલક્તોની જાળવણી બાબતે સ્થાનિક વહીવટી તંત્રની ગુનાહિત બેદરકારી સામે આવી છે જે તે વખતે આટકોટ તેમજ આસપાસના ગ્રામ્ય ની જનતાની સુખાકારી માટે ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ પૉતાની ગ્રાન્ટ માંથી લાખો રૂપિયાના સરકારી ખર્ચે બનેલું જૂનું બસ સ્ટેન્ડ નવું બસ સ્ટેશન બનતા હાલ બંધ અને ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. તંત્રના પાપે આ જાહેર સ્થળ નશાખોરો તેમજ આવારા શખ્સો માટે ગેરપ્રવૃત્તિઓનું એપીસેન્ટર બની ચૂક્યું છે સૌથી શરમજનક અને આક્રોશજનક બાબત એ છે કે, જનતાના પૈસે મુસાફરોની તરસ છીપાવવા માટે બનાવાયેલું પીવાના પાણીનું પરબ આજે તંત્રની આંખ આડા કાન કરવાની નીતિના કારણે ખુલ્લા શૌચાલયમાં ફેરવાઈ ગયું છે. તે મુતરડી સમાન બની ગયું છે ત્યાં ખડકાયેલા ગંદકીના ગંજ અને અસહ્ય દુર્ગંધના કારણે આસપાસના દુકાનદારોનું જીવવું હરામ થઈ ગયું છે. વેપારીઓ માટે પોતાની દુકાનોમાં બેસવું પણ

નર્કાગાર સમાન બની ગયું છે અને રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા છે.

આ અવાવરૂ પરિસરમાં દિવસ રાત જામતા અસામાજિક શખ્સોના અડિંગાથી સ્થાનિક નાગરિકો અને રાહદારીઓમાં ભારેભયનો માહોલ ફેલાયો છે