error: This Content is protected !!

જસદણના હીરાના કારખાનૅદાર સાથે ઠગ વેપારીની ઠગાઈ રૂ.4.51 લાખની છેતરપીંડી ગુનો નોંધાયો

સુરતના શખ્સે રૂ.5.03 લાખના હિરા મેળવી ફક્ત રૂ.50 હજાર પરત કરી વાયદાઓ કરી હાથ ઊંચા કરી દિધા જસદણ પૉલીસૅ તપાસ આદરી

 

 

 

જસદણના હીરાના વેપારી સાથે રૂ.4.51 લાખની છેતરપીંડીનો બનાવ સામે આવ્યો છે. સુરતના શખ્સે રૂ.5.03 લાખના હિરા મેળવી ફક્ત રૂ.50 હજાર પરત કરી વાયદાઓ કરી હાથ ઊંચા કરી દેતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. બનાવ અંગે જસદણના ચીતલીયા રોડ પર લક્ષ્મણનગરમાં રહેતાં દશરથભાઈ અશોકભાઈ કાછડીયા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પરાગ હિરાલાલ મહેતા (રહે. સુરત, મૂળ નવસારી) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ હીરાનુ કારખાનુ ચલાવે છે. 

ગઈ તા. 17/09/2025 ના તેમના મીત્ર સુરતના નીલેશભાઈ પીરોજીયાએ ફોન કરી વાત કરેલ કે, તારી પાસે ડાયમંડનો સ્ટોક હોય તો મારા મીત્ર પરાગ મહેતા છે, તેઓને હીરાની ખરીદી કરવાની છે. તો હુ તારા નંબર આ પરાગ મહેતાને આપીશ જસદણ આવીને તને ફોન કરશે. ગઇ તા.17/09/2025 ના તેઓ કારખાને હાજર હતાં ત્યારે પરાગ મહેતાનો ફોન આવેલ કે, નીલેષ પીરોજીયાના મીત્ર પરાગ મહેતા બોલુ છુ, હીરા માટે જસદણ આવેલ છુ, જેથી તેને ડાયમંડના કારખાનાનુ સરનામુ આપેલ.

થોડીવાર થતા તે કારખાને આવેલ અને તેમની સાથે બે વ્યકતી હતા. જેથી આ પરાગ મહેતાએ હીરા જોયા અને હીરાનો સોદો કરેલ 13.61 કેરેટ વજનના હીરા રૂ.3,52,602 ના થયેલ જેની પેમેન્ટ બાબતે વાત કરતા તેઓએ કહેલ કે, હુ સુરત પહોંચી તમારા રૂપીયા આંગડીયા મારફતે મોકલી આપીશ. જેથી નલેષ પીરોજીયાને ફોન કરી વાત કરેલ કે, આ પરાગ મહેતા બાકીમા હીરા લઇ જવાનુ કહે છે અને બે દીવસ બાદ રૂપીયા આપવાનુ જણાવે છે. જેથી નીલેષ પીરોજીયાએ કહેલ કે, તમે રૂપીયાની ઉપાધી ના કરો રૂપીયા તમને મળી જશે.

જેથી આ પરાગ મહેતાને રૂ.3,52,602 કીંમતના હીરા આપી દીધેલ હતા. બે દીવસ બાદ સુરત વેપાર અર્થે જવાનુ થયેલ પરાગ મહેતાને ફોન કરતા તેઓએ તેમની ઓફીસ ખાતે બોલાવેલ જેથી ઓફીસે જઈ કહેલ કે, હુ હીરાના વેપાર માટે આવેલ છુ, તો તેને કહેલ કે, મને બતાવો ભાવમા પડશે તો હુ લઇ લઇસ, જેથી ડાયમંડ તેઓને બતાવેલ અને સોદો થતા 5.53 કેરેટ વજનના કી.રૂ.1,51,176 ના હીરાનુ વેચાણ કરેલ અને તેઓએ કહેલ કે, ચાર વાગ્યે બધુ પેમેન્ટ તમને કરી આપીસ. બાદ ચારેક વાગ્યે ઓફીસે ગયેલ તો ઓફીસ બંધ હતી અને આ પરાગ મહેતાને ફોન કરતા તેઓએ જણાવેલ કે, હુ વેપાર અર્થે બહાર ગયેલ છુ તમને હુ આંગડયુ કરી આપીશ.

બે દીવસ બાદ ફોન કરતા તેઓએ જણાવેલ કે, મે મોટી પાર્ટીને હીરાનુ વેચાણ કરેલ છે. તેના તરફથી હજુ પેમેન્ટ આવેલ નથી મારી દલાલી પણ તેઓએ આપેલ નથી તેમ વાત કરેલ બાદ અવાર-નવાર ફોન કરતા તા.20/10/2025 ના રોજ રૂ.52 હજાર ગુગલ પે કરેલ હતા અને બાકીના રૂપીયા આપેલ નહી જેથી અવાર-નવાર ફોન કરતા તેઓએ કોઇ રૂપીયા આપેલ નહી જેથી જસદણ પોલીસ સ્ટેસન ખાતે અરજી કરેલ હતી.

બાદ આ પરાગ મહેતા તા.10/11/2025 ના જસદણ આવેલ અને 300 ના સ્ટેમ્પ ઉપર બાકીના તથા પરચુરણ નીકળતા રૂપીયા અને હીસાબ મોડો થયેલ તે બાબતે રૂ.4.90 લાખ લેવાનુ લખાણ કરી આપેલ અને એક મહીનામા આ રૂપીયા ચુકવી આપવાની વાત કરેલ હતી.

પરંતુ આજ સુધી આરોપીએ વાયદાઓ કરી રૂ.4.51 લાખ ન આપી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.