error: This Content is protected !!

જસદણમા ખેડૂતોના વિવિધ પ્રશ્નૅ યાર્ડના ડિરેક્ટર ભરતભાઈ છાયાણી ની આગેવાનીમા બિન રાજકીય ખેડૂત સંમેલન યોજાશે

શહેરની આડી ભાદર મુંઢણ પરી ભદ્રાવતી ખારી નદીમા સૌની યોજના નું પાણી છોડવા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતના પ્રશ્નો અંગે સિનિયર ખેડૂતોની બેઠક મળી મળી

 

જસદણ શહેર તથા પંથકમાં સૌની યોજના નું વિવિધ ચેક ડેમોમાં પાણી છોડવા તેમજ ગ્રામ્ય પંથકના વિવિધ ખેડૂતલક્ષી પ્રશ્નો અંગે જસદણ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર તથા પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણી ની આગેવાનીમાં પ્રબુધ્ધ ખેડૂત અગ્રણી આગેવાનોની બેઠક મળી હતી જેમાં આગામી દિવસોમાં બિન રાજકીય ખેડૂત સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી આ ખેડૂત સંમેલનમાં કોઈ રાજકીય નેતા આગેવાનોને આમંત્રણ આપવામાં આવશે નહીં પરંતુ જો કોઈ રાજકીય હોદ્દેદાર નેતા ખેડૂત તરીકે આવશે તો તેનું શાબ્દિક સ્વાગત કરવામાં આવશે બાકી આ ખેડૂત સંમેલન બીન રાજકીય રહેશે તેમ ભરતભાઈ છાણીયાઍ જણાવતા વધુમાં કર્યું હતું કે શહેરની આડી ભાદર ખારી મુંઢણ પરીનદી ભદ્રાવતી જેવી નદીઓના ચેક ડેમોમાં પાણી છોડવા માંગ કરવામાં આવશે તેમજ પંથકના સૌની યોજનાથી વંચીત વિવિધ ગામો જૅવા કૅ શિવરાજપુર ગોખલાણા 

માધવીપુર 

જસદણ શહેર 

કોઠી લાખાવાડ ચીતલીયા કનેસરા 

મોટા દડવા ખારચીયા ‌કાનપર શાંતિનગર વીરનગર આટકોટ પાંચવડા જીવાપર પીપળીયા પ્રતાપપુર સાણથલી મેઘપર ઈશ્વર્યા ડોડીયાળા રાણપરડા વેરાવળ દોલતપર ઝુંડાળા વગેરે ગામો સિંચાઈ અને પીવાના પાણીથી આજે પણ વંચિત છે તો સૌની યોજનામાં સમાવેશ કરી તાત્કાલિક કામ કરાવવા જેવી ખેડૂતલક્ષી વિવિધ માંગણીઓને લઈને આ બિન રાજકીય ખેડૂત મહાસંમેલન બોલાવવામાં આવશે અહીં મળેલી મીટીંગ ની અંદર જસદણ ના પ્રગતિશીલ અને નામાંકિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે અન્ન ભેગા એના મન ભેગા માફક ભોજન પ્રસાદ પણ લઈ છૂટા પડ્યા હતા ખેડૂત સંમેલન ની તારીખ અને સ્થળ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ અંતમાં ભરતભાઈ છાયાણીઍ જણાવ્યું હતું