error: This Content is protected !!

ખેડૂતોના પ્રશ્નો અંગે જસદણના રામેશ્વર મંદિર ખાતે આવતીકાલે સાંજે 7 કલાકે ધરતીપુત્રોની મીટીંગ યૉજાશૅ

આલણ સાગર ડૅમ ખારીનદી મુંઢણપરી આડી ભાદરમાં પાણી છોડવા મુદ્દે સમિતિ રચી સરકાર સમક્ષ માંગણી કરાશે

 

 

જસદણ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતીકાલે સાંજે સાત કલાકે ખેડૂતોના વિવિધ સળગતા પ્રશ્નોને લઈને એક મીટીંગ યૉજાશૅ બેઠક પૂર્ણ થયા બાદ સૌ માટૅ ભોજન પ્રસાદની વ્યવસ્થા છે જેથી તમામ ખેડૂતોએ ઉપસ્થિત રહેવા પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણીઍ અનુરોધ કરતા જણાવ્યું છે કે તાલુકાના 16 ગામની લીંક ના ખેડૂત મિત્રો માટે આજે સૈદ્ધાંતિક મંજૂરી છે પરંતુ આની વહીવટી ક્યારે બજેટ જોગવાઈ ક્યારે થાય એના માટે ગઢડીયા માધવીપુર શીવરાજપુર હડમતીયા ગોખલાણા જસદણ શહેર એટલે કે મુંઢણ પરી,ખારી ભાદર અને આડી ભાદર આમ ચાર નદીઓ ને આ લીંક માં જોડી તાત્કાલિક અસરથી સરકર તરફથી આ કામ કરાવી આપવામાં આવે ખેડૂતો માટે જીવાદોરી સમાન આ ચાર નદીઓનું લિંકિંગ છે સાથે સાથે આ નદીઓ કુદરતી કેનાલ બની જાય તેમ છે પોરબંદરના દરિયા સુધી ક્યાંય પણ આ નદી રોકાતી નથી આ નદીઑ નર્મદાના નિરથી વહેતી થાય તૉ પંથકને સારું એવું લાભ મળશે આલણ સાગર ડેમ હાલ ખાલી છૅ જસદણના ખેડૂતો આતુરતાથી સરકારની રાહ જોઈ રહ્યા છે ત્યારે સરકારમાં એક રજૂઆત કરવામાં જવા માટે અને સરકારને આપણી વાતને સત્ય બતાવવા માટે એક ખેડૂત મિટિંગનું આયોજન રાખવામાં આવેલ છે આ મીટીંગ દરમિયાન નક્કી કરેલ એક પ્રતિનિધિ મંડળ સરકાર નૅ મળશે અને આ ગામોમાં લિંગ ૪ નો સમાવેશ તો થઈ ગયો છે પરંતુ બજેટ જોગવાઈ થાય અને વહીવટી મંજૂરી મળે તો આગળની કાર્યવાહી ઝડપથી જાય તો કમસેકમ આવતા ઉનાળે આનો લાભ મળી શકે અને ખેડૂતોના ખૂબ આશીર્વાદ મળી શકે એવું છે તો તાત્કાલિક ઘટતું કરવા આપણે સરકારમાં રજૂઆત કરવાની છે અને આના માટે બિન રાજકીય મંડળ બોલાવ્યા છે કે કોઈ પક્ષા પક્ષીથી પર ઊઠીને માત્ર હું ખેડૂત છું અને મારે જરૂરિયાત છે અને હું મારો હક અને અધિકાર માગું છું 

એટલા માટે ગૉખલાણા રૉડ રામેશ્વર મંદિર ખાતે આવતીકાલે સાંજે 7:00 કલાકે મીટીંગમા તમામ ખેડૂતોએ ઉપસ્થિત રહેવા ભરતભાઈ છાયાણીઍ અનુરોધ કરેલ છે મીટીંગ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદ સૌ સાથે લઈશું