જસદણ પાલિકાના કર્મચારીએ માતાની પુણ્યતિથિ નિમિત્તે ચુનારાવાડ પ્રાથમિક શાળામાં તેજસ્વી રોકડ પુરસ્કાર સાથે બાળકોને ભોજન કરાવ્યું
સમાજને એક નવો રાહ ચીંધ્યો હતો. તેમણે પોતાના માતા સ્વ. સવિતાબેન ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ચુનારાવાડ પ્રાથમિક શાળાના બાળકો વચ્ચે જઈને માનવતા અને શિક્ષણપ્રેમનું સુંદર ઉદાહરણ પૂરું પાડયું હતું.
પુણ્યતિથિ નિમિત્તે શાળામાં બાળકો માટે એક વિશેષ તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષદભાઈ તરફથી બાળકોને તેમનું મનપસંદ બટુક ભોજન કરાવાયું હતું.
હર્ષદભાઈ ઉપાધ્યાય દર વર્ષે આ પવિત્ર કાર્ય નિયમિતપણે કરે છે. આ વર્ષે પણ તેમણે સેવાની જ્યોતને વધુ પ્રજ્વલિત રાખતા શાળાના ધોરણ 3 થી 5 માં નંબર મેળવીને શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કર્યું હતું. બાળકો શિક્ષણમાં વધુ આગળ વધે તેવા શુભ આશય સાથે તેમને રૂ. 1.111 નું રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં
ઉપાધ્યાય પરિવારના આ ઉમદા, પ્રેરણાદાયી અને સરાહનીય કાર્યને ચુનારાવાડ શાળાના શિક્ષકો અને વહીવટી સ્ટાફે બિરદાવ્યું હતું. શાળા પરિવારે હર્ષદભાઈનો આભાર માનતા જણાવ્યું હતું કે, માતાની સ્મૃતિને જીવંત રાખવાનો આનાથી શ્રેષ્ઠ અને પવિત્ર માર્ગ બીજો કોઈ હોઈ ન શકે. આ કાર્ય અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે.