error: This Content is protected !!

જસદણના પાંચવડા પાસે સૂટકેસમાંથી હાડપિંજર મળ્યું, હત્યા થયાની દિશામાં તપાસ: ફોરેન્સિક મદદ લેવાઈ

મૃતકે જીન્સ અને શર્ટ પહેરેલ કપડા સાથે માત્ર માનવ કંકાલ જ હોય લાંબા સમય પહેલા જ મૃત્યુ થઈ ગયું હોવાનું અનુમાન ઓળખ કરવી મુશ્કેલ

 

 

 

એલસીબી એસઓજીની ટીમો તપાસમાં લાગી નર્મદા કેનાલનું પાણી તાજેતરમાં જ છોડાયું હતું જેથી નદી કાંઠેથી સૂટકેસ મળતા પાણીમાં તણાઈ આવી હોવાની શંકા

 

જસદણના પાંચવડા પાસે સૂટકેસમાંથી હાડપિંજર મળ્યું હતું. જેથી હત્યા થયાની દિશામાં તપાસ હાથ ધરાઈ છે. માનવ કંકાલ ફોરેન્સિક તપાસ માટે મોકલાયું છે. પ્રાથમિક તબક્કે જોવા મળ્યું કે, સૂટકેસમાં જે હાડપિંજર છે, તેમાં જીન્સ પેન્ટ અને શર્ટના ટુકડા કંકાલ ઉપર વિટળાયેલ છે. જેથી મૃતકે આવા કપડા પહેર્યા હોય તેવું અનુમાન છે. કપડાં પરથી ઓળખ કરવા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તરફ સૂટકેસમાં માત્ર માનવ કાંકલ જ હોય લાંબા સમય પહેલા જ મૃત્યુ થઈ ગયું હોવાનું અનુમાન છે. છે. જેથી ઓળખ કરવી પણ હાલ મુશ્કેલ છે. વિસ્તૃત વિગત અનુસાર, જસદણ તાલુકાના પાંચવડા ગામ નજીક નદીના કાંઠે પડેલી એક શંકાસ્પદ સૂટકેસમાંથી માનવ કાંકલ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મથી ગઈ છે. પ્રાથમિક અનુમાન મુજબ, મૃતદેહને સૂટકેસમાં ભરી કોઈએ ફેંકી દીધેલ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગામના કેટલાક લોકોને નદી કિનારે લાંબા સમયથી પડેલી બિનવારસી સૂટકેસ નજરે પડતાં શંકા જાગી હતી. ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસની હાજરીમાં સૂટકેસ ખોલતાં અંદરથી માનવ કંકાલ મળી આવ્યો હતો. મૃતકે જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરેલું હોવાનું પણ અનુમાન છે. રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળનો કબ્જો સંભાળી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ સૂટકેસ અને માનવ કંકાલને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ મોકલી આપવામાં આવેલ છે. જેથી મોતનું ચોક્કસ

કારણ અને સમયગાળો જાણી શકાય. પોલીસે હાલ અજાણ્યા મૃતકની ઓળખ મેળવવા માટે ગુમ થયેલા લોકોના

રેકોર્ડની તપાસ શરૂ કરી છે. આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ જે. પી. રાવના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો બનાવાઈ છે. એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ પણ તપાસમાં લાગી છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ એ જાણી શકાશે કે, મૃત્યુ આશરે કેટલાં સમય પહેલા થયું હોય શકે. પોલીસ એ સમય ગાળા દરમ્યાન ગુમે થયેલ લોકોનું લિસ્ટ તપાસશે. ઉપરાંત આ નદી સાથે જોડાયેલ નર્મદા કેનાલમાંથી તાજેતરમાં જ પાણી છોડાયું હોય, જેથી આ સૂટકેસ તણાઈને આવી હોવાનું અનુમાન છે