જસદણ શહેર ગામડાઓના ડેમૉ ભરવા સહિતના મુદ્દે મળેલ ખેડૂતોની મિટિંગમાં મોટી સંખ્યામાં ધરતી પુત્રૉ ઉમટ્યા
16 ગામની લિંકના ખેડૂતોએ આલણ સાગર ડેમ મુંઢણ પરી આડી ભાદર ભદ્રાવતી સહિતના ડેમો નર્મદાના નિરથી તુરંત ભરવા માંગ
જસદણ શહેરના ગોખલાણા રોડ પર આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ખેડૂત અગ્રણી ભરતભાઈ છાયાણી ની આગેવાનીમાં વિવિધ ગામો અને ભાદરોના ચૅક ડેમો ભરવા સહિતના અનેક પ્રશ્નો અંગે એક મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં જસદણ શહેર ગોખલાણા શિવરાજપુર માધવીપુર ગઢડીયા કોલોરાણા લાલકા હડમતીયા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા બાખલવડના આલણ સાગર ડેમ તથા મુંઢણ પરી નદી આડી ભાદર ભદ્રાવતી નદી જૅવા ડેમોમાં પાણી નાખવાની માંગ સાથે 16 ગામની લિંકના ખેડૂતોએ બજેટમાં જોગવાઈ કરી તુરંત આ ડેમો ભરવા માંગ કરી અને ખેડૂતોએ પોતપોતાના સૂચનો રજૂ કર્યા હતા આ પ્રસંગે ખેડૂત અગ્રણી ભરતભાઈ છાયાણી ખેડૂત અગ્રણી પીવીભાઈ ભાયાણી સહકારી મંડળીના પ્રમુખ પ્રવીણભાઈ છાયાણી પ્રસંગોપાત પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા અને ખેડૂતો પાસેથી પણ પોતાના વિચારો અદાન-પ્રદાન કર્યા હતા આગામી દિવસોમાં ગાંધીનગર રજૂઆત કરવા જવા અંગે ચર્ચાઓ થઈ હતી આ મીટીંગ એક સામાન્ય અને નાની ગોઠવવામાં આવી હતી પરંતુ ખેડૂતો પોતાની વેદના ને લઈ આશરે 350 થી 400 ખેડૂતો ઉંમટી પડ્યા હતા અને સર્વે સાથે ભોજન પ્રસાદ લીધો હતો. આગામી દિવસોમાં ગાંધીનગર જવાનું આયોજન હોવાનુ હૉવાનૉ સુર વ્યક્ત થયો હતો