error: This Content is protected !!

જસદણના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે તા, 29, ને બુધવારે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે ધાર્મિક મહોત્સવ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

જસદણના ગોખલાણા રોડ ઉપર આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે પૂજ્ય દિગંબર કામેશ્વરગીરી બાપુના આશીર્વાદથી આ ધામમાં નિયમિતપણે ગાયોને નીણ તથા પંખીઓને ચણ નાખવાની સેવાપ્રવૃત્તિ સાથે ગૌશાળા, વૃદ્ધાશ્રમ અને જીવદયાના અનોખા કાર્યો ચલાવાય આવે છે.

માનવ નાખે મુઠીભરી, કુદરત આપે કોઠી ભરી ના મંત્ર સાથે વિક્રમ સંવત 2082 ના અષાઢ સુદ પૂનમ, બુધવાર, તા.29 ના રોજ

રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે બપોરે 11-30 કલાકૅ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે આ પવિત્ર પ્રસંગે રામેશ્વર મહાદેવ મંદિરના તમામ ધર્મપ્રેમી ભક્તજનોને દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

આ મહોત્સવના પ્રેરક બ્રહ્મલીન ગુરૂ સેવાગીરીબાપુ, દિગંબર બ્રહ્મલીન કામેશ્વરગીરીબાપુ તથા સ્વ. અનુભગત છે. આ સાથે રામેશ્વર મહાદેવ સેવક મંડળ જસદણ, રામેશ્વર મહાદેવ મહિલા સત્સંગ મંડળ જસદણ તથા ગૌ ભક્ત સ્વ. અનુભગત જીવ-દયા મિત્ર મંડળ જસદણ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.