જસદણ શહેરને પીવાનું અને સાત ગામને સિંચાઈ પાણી પૂરું પડતા આલણ સાગર ડેમમાં નર્મદામાં નીરના વધામણા
પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી અને આયોજન સમિતિ ચેરમેન પી,વી, ભાયણીએ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા નો આભાર પ્રગટ કર્યો
જસદણના બાખલવડ ગામે આવેલ આલણ સાગર ડેમમાં નર્મદાના નીર આવતા પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી અને આયોજન સમિતિના ચેરમેન પી,વી, ભાયાણી એ નર્મદાના નિરના વધામણા કર્યા હતા આ તકે બંને આગેવાનોએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર પ્રગટ કરતા જણાવ્યું હતું કે અહીં તળાવનું તળિયું દેખાતા લોકોઍ રજૂઆત કરૅલ જેને ધ્યાને લઈ મંત્રી કુવરજીભાઈ ને રજૂઆત કરતા તુરંત પાણી છોડાવવામાં આવ્યું છે શહેરને પીવાનું અને સાત ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતા જે આલણ સાગર તળાવ પાણીનો સ્ત્રોત હતો તેને તળીયું આવી જતા પીવાના પાણી અંગે સંકટની સંભાવના હતી
જસદણને પીવા માટે જે પાણી પુરું પાડવામાં આવે છે તે આલણ સાગર તળાવ હાલ સૌની યોજના થકી નર્મદાના પાણી ચાલુ છે અને આ ડેમ ઇસ 1900 ની સાલમાં અલા ખાચર બાપુએ બનાવ્યો છે જેમાં ઉગમણી અને આથવણી બે કેનાલુ છે જેના થકી જસદણ શહેર તથા ચિતલીયા લાખાવાડ ગઢડીયા બાખલવડ શિવરાજપુર માધવીપુર જેવા સાત ગામોને સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે હાલ આ ડેમમાં નર્મદાના નિર છોડવાથી શહેરનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ચૂક્યો છે જેથી જીતેન્દ્રભાઈ તથા પીવીભાઈ બંને આગેવાનો દ્વારા ધારાસભ્ય અને મંત્રી કુવરજીભાઈ બાવળિયા નો લોકો વતી આભાર પ્રગટ કર્યો છે