જસદણમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા ગુરુપૂર્ણિમા પ્રસંગે વિવિધ ધાર્મિક સ્થળોએ સાધુ-સંતોના સન્માન વંદન પૂજન કાર્યક્રમ યોજાયા
જસદણમાં ગુરુ પૂજન ગુરુ વંદના ગુરુ આશિષ જેવા ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિસ્તારના વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થાનોઍ સંતો-મહંતોનૅ ગુરુ વંદન પૂજન સાથૅ શાલ ઓઢાડી, પુષ્પ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું તેમજ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા.
આ પ્રસંગે મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ બાલાજી આશ્રમ ,રોકડિયા હનુમાનજી મંદિર, વાજસુરેશ્વર મહાદેવ મંદિર, મોટા રામજી મંદિર, ખારીવાળા હનુમાનજી મંદિર, ડુંગરપુર હનુમાનજી મંદિર, મારુતિધામ છાસિયા બાપુ બિલિયા મહાદેવ મંદિર, વડવાળી ખોડિયાર માતાજી મંદિર તથા રોકડિયા હનુમાન રાઘવેન્દ્ર સરકાર મંદિર સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરી સંતો સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત યોજાઈ હતી.
વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. મહેશભાઈ તાવિયાએ જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા એ ગુરુ પરંપરા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે. સમાજમાં ધાર્મિક જાગૃતિ, ભારતીય સંસ્કૃતિના સંવર્ધન અને સંત-મહાત્માઓના આશીર્વાદથી સમાજને સંગઠિત કરવાની ભાવના સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આગામી દિવસોમાં પણ આવા ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા