જસદણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જયાપાર્વતીના વ્રતનુ ઉજવણું તથા બહેનોને ફરાળ કરાવવામાં આવ્યું
જસદણ શહેરના વાજસુર પરા સ્થિત શ્રી શિવ મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી સંતરામ બાપુના પાવન હસ્તે જયા પાર્વતી વ્રતની પૂજા-અર્ચના કરવા માટે ઉપસ્થિત થયેલ વ્રતધારી બહેનોને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, જસદણ પ્રખંડના કાર્યકર્તાઓ દ્વારા ભાવપૂર્વક ફરાળ કરાવી ઉજવણું કરવામાં આવ્યું.
આ પ્રસંગે મહંત શ્રી સંતરામ બાપુએ આશીર્વચન આપતાં જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં વ્રત, ઉપાસના અને સેવા એ સમાજને એકતા, સંસ્કાર અને આધ્યાત્મિકતા સાથે જોડતા મહત્વપૂર્ણ આધારસ્તંભો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધાર્મિક પ્રસંગોમાં સેવા કાર્યની ભાવનાથી કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણાદાયી છે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બહેનોએ સેવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.