જસદણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વરસાદથી પ્રભાવિત દારૂણ ગરીબ અસરગ્રસ્તોને રાશન કીટનું વિતરણ કરાયું
વિકટ પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ ગરીબોને મદદ કરવા બદલ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મનિષાબેન રાવલે આભાર વ્યક્ત કર્યો
જસદણમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ, પ્રખંડના કાર્યકર્તાઓ દ્વારા ભારે વરસાદને કારણે પ્રભાવિત અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ પરિવારોની મુલાકાત લઈ તેમને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
ભારે વરસાદના કારણે અનેક પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચી તેમની પરિસ્થિતિની જાણકારી મેળવી અને જરૂરી જીવનોપયોગી સામગ્રી ધરાવતી રાશન કીટ અર્પણ કરી માનવસેવા કાર્યમાં જસદણ શહેરભાજપ મહિલા મોરચા પ્રમુખ મનિષાબેન રાવલ પોતાનો વિસ્તાર હોવાથી સાથે રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોનો આભાર પ્રગટ કરતા જણાવ્યું હતું કે
આ સેવા કાર્ય દરમિયાન વૃદ્ધ માતાઓ તેમજ અન્ય જરૂરિયાતમંદ પરિવારોને સહાય પહોંચાડવામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સમાજના દરેક વર્ગની સેવા માટે હંમેશાં તત્પર રહે છે અને આપત્તિના સમયમાં માનવસેવાને જ સર્વોચ્ચ ધર્મ માની સતત કાર્યરત રહે
છે.