જસદણની ધ અલ્ટ્રા સ્કૂલ ખાતે વાહીપ અને બજરંગ દળ પ્રેરિત વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમમાં વિધાર્થીઓને વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા
જસદણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડ દ્વારા ધ અલ્ટ્રા સ્કૂલ ખાતે હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન બજરંગ દળ જસદણના સંયોજક વિજયભાઈ માલવીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતોના સુમધુર સ્વરોથી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બજરંગ દળના નૈતિક શિક્ષા પ્રમુખ સંજયભાઈ શિંગાળાએ વ્યસનના શારીરિક, માનસિક અને સામાજિક દૂષ્પરિણામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહી ચારિત્ર્યવાન, સંસ્કારી અને રાષ્ટ્રનિષ્ઠ જીવન જીવવા પ્રેરણા આપી હતી.
વિશ્વ હિન્દુ પરિષદના કોષાધ્યક્ષ મનીષભાઈ મેવાસીયાએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સમાજસેવા, રાષ્ટ્રજાગરણ, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી તથા વિદ્યાર્થીઓને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારીઓ નિભાવવાની અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં પરિષદ અને બજરંગ દળ ના જવાબદાર વ્યક્તિઓ
નિલેશભાઈ બાલધા , જયસુર્યા જમોડ ,મહેન્દ્રભાઈ રૂપારેલીયાઍ ખાસ હાજરી આપી હતી
કાર્યક્રમના સમાપન પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ જસદણ પ્રખંડના અધ્યક્ષ ડૉ. મહેશભાઈ તાવિયાએ ધ અલ્ટ્રા સ્કૂલના મેનેજિંગ ટ્ટ્રસ્ટી ચંદુભાઈ તાવિયા, પિયુષભાઈ તેમજ કેમ્પસ ડાયરેક્ટર રવિભાઈને તાવિયા અને પ્રિન્સિપાલ પિયુસભાઈ બેલડીયા. ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યોના પ્રેરણાસ્ત્રોત શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટ સ્વરૂપે અર્પણ કરી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ તેમણે કાર્યક્રમના સફળ આયોજન અને સહકાર બદલ તમામ ટ્રસ્ટીશ્રીઓ, શાળા પરિવાર તથા ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.